ગુજરાત

gujarat

ETV Bharat / state

નારગોલ બંદર પર વેરાવળથી માછીમારો આવતા સ્થાનિક લોકોનો વિરોધ - Nargol Bandar

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ બંદર પર વેરાવળથી 27 જેટલી બોટમાં મોટી સંખ્યામાં માછીમારો નારગોલ બંદર પર આવી રહ્યા છે. જેને લઈને નારગોલ બંદર પર આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે છે. તો, આ ખલાસીઓનો સ્થાનિક માછી સમાજે વિરોધ નોંધાવ્યો છે અને હજુ સુધી કોરોનામુક્ત રહેલો ઉમરગામ તાલુકો આ લોકોના કારણે કોરોનાગ્રસ્ત થશે તેવી દહેશત વ્યક્ત કરી છે.

Etv Bharat, Gujarati News, Nargol BAndar
Nargol BAndar

By

Published : Apr 4, 2020, 4:58 PM IST

વલસાડઃ નારગોલ બંદરે હાલ મરોલી કાંઠા વિસ્તારમાં 8 જેટલી બોટ આવી ચૂકી છે. જે હાલ તો દરિયામાં જ છે અને અન્ય 27 જેટલી બોટ મધદરિયે છે. આ તરફ આ તમામ લોકોના સ્ક્રીનીંગ માટે આરોગ્યની ટીમ નારગોલ બંદર પર પહોંચી જરૂરી પગલાં લઈ રહી છે, ત્યારે આ અંગે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો.

Nargol BAndar

નારગોલના આગેવાન શૈલેષ હોડીવાળાએ જણાવ્યું હતું કે, સરકારે એક તરફ લૉકડાઉનનું જાહેરનામું બહાર પડ્યું છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપી છે અને બીજી તરફ આ વિસ્તારના અનેક માછીમારોને બોટ દ્વારા નારગોલ કાંઠે આવવાની મંજૂરી આપી દીધી છે. જો એમાંથી એકપણ વ્યક્તિને કોરોના હશે તો તેનાથી અત્યાર સુધી મુક્ત રહેલો ઉમરગામ તાલુકો કોરોનાની ઝપેટમાં આવી જશે.

Nargol BAndar
એ જ રીતે કિરણ ટંડેલ અને વિઠ્ઠલ ભગતે પણ દહેશત વ્યક્ત કરી રોષ ઠાલવ્યો હતો કે, જ્યારે લૉકડાઉન છે તો પછી આટલા બંધા લોકોને શા માટે અહીં આવવાની મંજૂરી આપવામાં આવી. હજુ સુધી અમારા ગામમાં એકપણ કોરોનાનો કેસ નથી. પરંતુ, આ તમામ બોટમાં 100થી વધુ લોકોને ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યાં છે. જે મુજબ અંદાજિત 3 હજારથી વધુ લોકો આવી બોટમાં સવાર છે, ત્યારે તેમાંથી જો એક પણ કોરોના સંક્રમિત હશે તો તેનાથી અનેક લોકો આ વાઇરસનો શિકાર બનશે.
Nargol BAndar
આ ખલાસીઓ ઉમરગામ તાલુકાના અને વલસાડ જિલ્લાના ઉપરાંત દમણના છે. જો કોરોના વાઇરસની મહામારી ના ફેલાઈ હોત તો અમે તેઓનો વિરોધ ન કરત પરંતુ હાલની પરિસ્થિતિ જોતા અમે આ બોટમાં આવતા ખલાસીઓને અહીં આવવા માટેનો વિરોધ કરીએ છીએ. જે લોકો કાંઠે આવ્યા છે. તે તમામને પણ સરકારના લૉકડાઉનના પિરિયડ સુધી દરિયામાં બોટ કોરોન્ટાઇન કરવામાં આવે તેવી માગ કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, હાલ નારગોલ મરોલી બંદરના દરિયા કાંઠે 8 જેટલી બોટ આવી ચૂકી છે. જેમાં જે ઉમરગામ તાલુકાના ખલાસીઓ છે, તેમને જ કાંઠે ઉતરવાની મંજૂરી આપી છે. જ્યારે અન્ય વિસ્તારના લોકોને આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ચુસ્ત સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. જે બાદ તેઓને બોટ કોરોન્ટાઇન કરવામાં આવશે તેવી વિગતો સૂત્રો પાસેથી મળી છે.

ABOUT THE AUTHOR

...view details