મોરખલ ડુંગરીપાડા ગામે સોમવારે ઉત્તર રેન્જમાં દીપડો ફેન્સિંગ વાળની જાળીમાં ફસાઈ ગયો હતો. આ દિપડાને જોઈ ગામ લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. દીપડો ફસાયેલો હોવાથી એને જોવા ગામના ટોળેટોળા પહોંચી ગયા હતા. વન વિભાગના અધિકારી કિરણસિંહ પરમાર, પશુ ચિકિત્સક વિજયસિંહ પરમાર અને કર્તવ્ય સંસ્થાની ટીમ દીપડાને પકડવા માટે પાંજરું, ટ્રેકવીલાઇઝર ગન અને દવાઓ લઇ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જે બાદ રેસ્ક્યુ કરી દીપડાને પાંજરામાં પુરી દેવામાં આવ્યો હતો.
સંઘપ્રદેશના મોરખલ ગામેથી દીપડો ઝડપાયો - દીપડો
દાદરા નગર હવેલી: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મોરખલ ડુંગરીપાડા ગામે ઉત્તર રેન્જમાં આવેલી એક જાળીના તારમા દીપડો ફસાઈ ગયો હતો. દિપડા જોઈ ગામના લોકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે દીપડાને પાંજરામાં પુરી લાયન સફારી પાર્ક ખાતે જરૂરી સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેની સારવાર શરૂ કરી છે.
મોરખલ ગામેથી દીપડો ઝડપાયો
દીપડાને સામાન્ય ઇજા હોવાને કારણે વાસોણા લાયન સફારી ખાતે લઇ જવામાં આવ્યો છે. વન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, આ દીપડાની ઉંમર અંદાજીત ત્રણ વર્ષની છે. જેનું વજન 70 કિલો જેટલું છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ બાલદેવી અને મોરખાલમા ડુક્કર પકડવાના ગાળિયામા ફસાઈ જવાને કારણે બે દીપડાઓનું મોત થયું હતું. મંગળવારે ઝડપાયેલા દીપડાને સામાન્ય ઈજાઓ જોવા મળી હતી. જેની હાલ સારવાર ચાલી રહી છે. ત્યારબાદ તેને સુરક્ષિત જગ્યાએ છોડી મુકવામાં આવશે.