ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્લે ફોર યુનિટીના થીમ પર દમણમાં KPL ટુર્નામેન્ટનું આયોજન કરાયું - KPL ટુર્નામેન્ટ

દમણમાં દક્ષિણ ગુજરાત કોળી પટેલ સમાજ દ્વારા સમાજમાં એકતાની ભાવના વધે, સમાજના યુવા ખેલાડીઓ રણજી ટ્રોફી અને નેશનલ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સમાજનું નામ રોશન કરી શકે તે માટે KPL પ્રિમયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. આ ટુર્નામેન્ટ IPLની થીમ પર 8 સ્પોન્સર્સ દ્વારા રમાડવામાં આવી રહી છે. જેનું સોમવારે દમણના વર્તમાન અને માજી સાંસદો સહિત સમાજના મહાનુભાવોના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે.

પ્લે ફોર યુનિટીની થીમ પર દમણમાં KPL ટુર્નામેન્ટનું આયોજન કરાયું
પ્લે ફોર યુનિટીની થીમ પર દમણમાં KPL ટુર્નામેન્ટનું આયોજન કરાયું

By

Published : Mar 9, 2020, 3:15 PM IST

Updated : Mar 9, 2020, 3:50 PM IST

દમણઃ પ્લે ફોર યુનિટી શીર્ષક હેઠળ દમણના દાભેલ ખાતે આવેલ ક્રિકેટ સ્ટેડિયમ પર KPL પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ દક્ષિણ ગુજરાત કોળી પટેલ સમાજ દ્વારા આયોજિત છે. જેમાં દમણ, ઉમરગામ, વાપી, પારડી તાલુકાના ક્રિકેટ ખેલાડીઓને 8 ટીમમાં સમાવેશ કરી રમાડવામાં આવી રહી છે. સમાજના ભાઈઓમાં એકતા વધે રમતગમત ક્ષેત્રે સમાજનું નામ રોશન કરી શકે તે માટે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હોવાનું સમાજના અગ્રણી અને માજી સાંસદ ડાહ્યાભાઈ પટેલે જણાવ્યું હતું.

પ્લે ફોર યુનિટીની થીમ પર દમણમાં KPL ટુર્નામેન્ટનું આયોજન કરાયું

દક્ષિણ ગુજરાત કોળી પટેલ સમાજ દ્વારા પ્રથમ વખત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે આયોજક મહેશ પટેલે વિગતો આપી હતી કે સમાજના યુવાનો રણજી ટ્રોફી સહિત નેશનલ ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતા થાય સમાજનું નામ રોશન કરે તે માટે આયોજિત કરવામાં આવી છે. જેમાં IPL ની જેમ કુલ 200 ખેલાડીઓમાંથી 120 ખેલાડીઓની 8 ટીમ તૈયાર કરવામાં આવી છે, જેને 8 સ્પોન્સર્સ દ્વારા ખરીદવામાં આવી છે.

પ્લે ફોર યુનિટીની થીમ પર દમણમાં KPL ટુર્નામેન્ટનું આયોજન કરાયું
પ્લે ફોર યુનિટીની થીમ પર દમણમાં KPL ટુર્નામેન્ટનું આયોજન કરાયું

દરેક ખેલાડીને IPLની જેમ ઓક્શન કરી ટીમમાં સમાવેશ કરાયો છે. સમાજમાં પ્લે ફોર યુનિટીની ભાવના મજબૂત બને યુવાનોને ક્રિકેટ ક્ષેત્રે પ્લેટફોર્મ મળે તેવા ઉદ્દેશ્યથી શરૂ કરાયેલ કોળી પટેલ પ્રિમયર લીગનું સોમવારે દમણના વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલ માજી સાંસદ ડાહ્યાભાઈ પટેલ અને સમાજના અગ્રણીઓ દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું. જેની આવતા રવિવારે ફાઇનલ રમાશે જેમાં વિજેતા ટીમના ખેલાડીઓને બાઇક અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.

પ્લે ફોર યુનિટીની થીમ પર દમણમાં KPL ટુર્નામેન્ટનું આયોજન કરાયું
Last Updated : Mar 9, 2020, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details