- દમણમાં મજૂરને મોતને ઘાટ ઉતારી દીધો
- કોન્ટ્રાક્ટરે માણસો પાસે માર મરાવ્યો હતો
- હત્યા કરનાર આરોપીએ ફરાર
દમણઃ દમણના ડાભેલમાં કન્સ્ટ્રકશન સાઇટ ઉપર કામ કરતા એક મજુરને બોલાવીને 10થી વધુ ઇસમોએ લાકડાના ફટકા અને ઢોર માર માર્યો હતો. ગંભીર ઇજાગ્રસ્ત યુવકને ટેમ્પામાં ભરીને એક હોટલની પાછળના ભાગે મુકીને આરોપી ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્તને મારવાડી સરકારી હોસ્પિટલમાં લઇ જતા સારવાર પહેલા જ મોત થયું હતું.
નાની દમણમાં ઢાકલીની વાડી સ્થિત કાંતિભાઇની ચાલીમાં રહેતા મૂળ બિહારી યુવક પુંડેલ શંકર ભૈઠાએ ગુરૂવારે દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, સવારે ડાભેલ વિસ્તારમાં રહેતા કલ્પેશ પટેલ, જલિત, ગિરિશ, જિતુ, ગુલાબ, કમલેશ સહિત અન્ય 10 ઇસમોએ કન્સટ્રકશન સાઇટ ઉપર મજુરી કામ કરતા સંતોષ બ્રિજેશ ભૈઠાને વાત કરવા માટે બોલાવ્યો હતો.
ડાભેલના ઘેલવાડ ફળિયામાં આવેલી એક ઝુંપડીમાં લઇ જઇને આરોપીઓએ તેમને ઢોર માર મારવાનું શરૂ કર્યુ હતું. લાકડાંના ફટકા અને ઢીકામુકીનો માર માર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ એક ટેમ્પામાં ઇજાગ્રસ્ત યુવકને ભરીને દમણ સ્થિત હોટલ બ્લૂ લગુનના પાછળના ભાગે મુકી ફરાર થઇ ગયા હતા.