ગુજરાત

gujarat

ETV Bharat / state

Kanu Desai on River Link Project : રિવરલિન્ક પ્રોજેકટમાં લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે - River Link Project in Gujarat

વલસાડના ધરમપુર તાલુકામાં પાર-તાપી-નર્મદા રિવરલિન્ક પ્રોજેકટને (River Link Project in Gujarat) લઈને ગામલોકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. ત્યારે આ રિવરલિન્ક પ્રોજેકટમાં સ્થાનિક ગામલોકોને ગેરમાર્ગે કરી ભડકાવવામાં આવતા હોવાનું નિવેદન રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈ (Finance Minister Kanu Desai visit to Vapi) વાપીમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.

Kanu Desai on River Link Project : રિવરલિન્ક પ્રોજેકટમાં લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે
Kanu Desai on River Link Project : રિવરલિન્ક પ્રોજેકટમાં લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે

By

Published : Feb 21, 2022, 2:13 PM IST

વાપી : વાપીમાં અન્ડરગ્રાઉન્ડ વીજ લાઇન પ્રોજેક્ટના ખાત મુહર્તમાં પધારેલા રાજ્યના ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ તેમજ નાણાપ્રધાન કનુ દેસાઈ પાર-તાપી-નર્મદા રિવરલિન્ક પ્રોજેક્ટ (Finance Minister Kanu Desai visit to Vapi) મામલે થઈ રહેલા વિરોધ અંગે જણાવ્યું હતું કે, આ મહત્વના પ્રોજેક્ટમાં કોઈને નુકસાન નથી થવાનું. હાલ જે વિરોધનો સૂર ઉઠ્યો છે. તે ગામલોકોને ગેરમાર્ગે ગાઈડ કરી ભડકાવવા માટે છે.

રિવરલિન્ક પ્રોજેકટમાં કોઈને નુકસાન નહીં થાય

રિવરલિન્ક પ્રોજેકટમાં લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે

ધરમપુર તાલુકામાં હાલ પાર-તાપી-નર્મદા રિવર લીન્ક પ્રોજેકટને લઈને ગામલોકોમાં વિરોધનો સૂર (Opposition to the River Link Project) ઉઠ્યો છે. ધરમપુર તાલુકાના ગુદિયા, સાત વાંકલ, ખડકી, મધુરી, ચવરા, પૈખેડ, રુંઈપાડા, ચીકલપાડા, ખપાટીયા, ચાસમાંડવા ગામોમાં ગામલોકો મશાલ રેલી કાઢીને, બેઠકોનો દોર ચલાવીને આવેદનપત્ર આપી વિરોધ કરી રહ્યા છે. ગામલોકો મુખ્યત્વે આ રિવરલિન્ક પ્રોજેક્ટ અંતર્ગત ચાસમાંડવા પૈખડ નજીક બનનાર સૂચિત ડેમનો વિરોધ કરી રહ્યા છે.

રિવરલિન્કનો ઉદ્દેશ્ય

આ રિવર લિંક પ્રોજેક્ટ અંગે ગામલોકોમાં થતા વિરોધ અંગે વાપીમાં અન્ડરગ્રાઉન્ડ વીજ લાઇન પ્રોજેક્ટના (Underground Power Line Project in Vapi) ખાત મુહર્તમાં પધારેલા રાજ્યના ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ તેમજ નાણાપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મામલે ગામલોકોને ગેરમાર્ગે કરી ભડકાવવા આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ રાજ્ય અને કેન્દ્ર સરકારનો મહત્વનો પ્રોજેકટ છે. વલસાડ જિલ્લાની પાર, તાન, માન, કોલક, દમણગંગા જેવી નદીઓમાંથી ચોમાસા દરમિયાન જે પાણી દરિયામાં વહી જાય છે જેનો ઉપયોગ કરવા માટે છે.

બલ્ક પાઇપલાઇન મારફતે નદીનું પાણી ટ્રાન્સફર કરવામાં આવશે

આ પ્રોજેક્ટથી કોઈને કોઈ પણ પ્રકારનું નુકસાન નહિ થાય એ ધ્યાને રાખી કામગીરી કરવામાં આવશે. નદીનું દરિયામાં વહી જતું પાણી અહીંથી બલ્ક પાઇપલાઇન મારફતે ટ્રાન્સફર કરવામાં આવશે. લોકો આ પ્રોજેક્ટમાં (River Link Project in Gujarat) અન્યના દોરવાયા દોરવાઈ જવાને બદલે સહકાર આપે તે જરૂરી છે.

આ પણ વાંચોઃતૈયાર રહેજો..! બીલીમોરા પાલિકાની આળસ ઉનાળામાં પાણીની સમસ્યા નોતરશે..!

ગુજરાતમાં પાણીની તંગી બાબતે સ્વાવલંબી બનાવવાનો ઉદ્દેશ્ય

આ પ્રોજેકટ પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ છે કે ગુજરાત માત્ર નર્મદા ડેમ પર આધાર નહિ રાખીને અન્ય નદીઓના જોડાણથી દરિયામાં જતા પાણીનો સદઉપયોગ કરી પાણીની તંગી બાબતે સ્વાવલંબી બનીએ. આ પ્રોજેકટમાં કોઈને કોઈ જ નુકસાન થવાનું નથી. તેવું કનુ દેસાઈએ જણાવ્યું હતું.

આ કારણને લઈને ગામલોકો કરી રહ્યા છે વિરોધ

ઉલ્લેખનીય છે કે, પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મામલે સ્થાનિક ગામ લોકો દરરોજ નવા નવા અખતરા સાથે તેનો વિરોધ (Tribes Protect River Link Project) કરી રહ્યા છે. ગામલોકો "ડેમ વાળાલા કરું કાઈ ખાલ ડોકી વર પાઈ, આદિવાસી નારી કૈસી હે ફુલ નહિ ચિનગારી હે, આમચ્યાં ડેમ નાઇસે કરા નહિતર તું મચ્યા ખુરસીયા ખાલી કરા, સાઇકલ લા ચેન નાઈ સરકાર લા ઘેન નાઈ" જેવા સૂત્રો સાથે ગામોમાં મશાલ રેલી કાઢીને ડેમ બનવવાના આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. ગામ લોકોનું માનવું છે કે, ડેમ આવવાથી તેઓ જમીન વિહોણા બની જશે. અગાઉ મધુબન ડેમ બનાવવામાં આવ્યો ત્યારે વિસ્થાપીત કરવામાં આવેલા સેંકડો લોકોને જમીનનું વળતર હજી સુધી મળ્યું નથી. જેને લઇ હાલના રિવરલિન્ક પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃUnion Budget 2022 : વર્ષોથી માત્ર કાગળ પર રહેલો રિવર લિન્ક પ્રોજેક્ટ આવશે અમલમાં, જાણો શું છે આ પ્રોજેક્ટ

ABOUT THE AUTHOR

...view details