વાપીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંગઠનના સ્થાપના દિવસની ઉજવણી માટે ભવ્ય મટકીફોડ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીના હનુમાનજી મંદિરેથી આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાઆરતી યોજી પ્રથમ મટકી ફોડવામાં આવી હતી.
VHPના સ્થાપના દિવસ નિમિત્તે વાપીમાં VHP દ્વારા ભવ્ય મટકીફોડ કાર્યક્રમ યોજાયો - janmasthami celebration
વાપી: જનમાષ્ટમીનાં દિવસે વિશ્વ હિન્દુ પરિષદનો સ્થાપના દિવસ છે. આ દિવસની ભવ્ય ઉજવણીના પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા વાપીમાં મટકીફોડ કાર્યક્રમ યાજાયો હતો. શાોભાયાત્રા સાથેનાં આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનતાએ ભાગ લઈ અનેરો આનંદ લીધો હતો.
![VHPના સ્થાપના દિવસ નિમિત્તે વાપીમાં VHP દ્વારા ભવ્ય મટકીફોડ કાર્યક્રમ યોજાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4229260-986-4229260-1566642592647.jpg)
VHP સંગઠન દ્વારા વાપીમાં ભવ્ય મટકીફોડ કાર્યક્રમ અને શોભાયાત્રાનો ઉત્સવ
VHPના સ્થાપના દિવસ નિમિત્તે વાપીમાં VHP દ્વારા ભવ્ય મટકીફોડ કાર્યક્રમ યોજાયો
આ શોભાયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શોભાયાત્રા સમગ્ર શહેરમાં ફરી સાંજે 6 વાગ્યા આસપાસ ગુંજન વિસ્તારમાં અંબામાતા મંદિરે મહાઆરતી સાથે સંપન્ન થશે.