ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં મંગળવાર સવારથી વરસાદ શરૂ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા - રસ્તા પર પાણી ફરી વળ્યા

સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યાર વાપીમાં મંગળવારની સવારથી જ વરસાદનું આગમન થઈ ગયું છે. ત્યારે અહીં મંગળવારે સાંજે પોણા છ વાગ્યા આસપાસ પોતાની ધમાકેદાર એન્ટ્રી કરી હતી. મુશળધાર વરસેલા વરસાદને કારણે ગણતરીની મિનિટોમાં જ ચારેકોર પાણી પાણી થયું હતું. નેવાધાર વરસેલા વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું હતું.

વાપીમાં મંગળવાર સવારથી વરસાદ શરૂ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
વાપીમાં મંગળવાર સવારથી વરસાદ શરૂ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

By

Published : Sep 22, 2021, 11:34 AM IST

  • વાપીમાં સાંજે અચાનક જ વરસ્યો ધોધમાર વરસાદ
  • અડધો કલાકમાં વરસાદને કારણે ઠેરઠેર ભરાયા પાણી
  • સાંજના સમયે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું

વાપી: જિલ્લામાં સાંજે ભારે પવન સાથે અચાનક જ જોરદાર વરસાદ વરસ્યો હતો. પવન સાથે અચાનક જ વરસાદ વરસતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. માર્ગ પર રેઇનકોટ વગર નીકળેલા વાહનચાલકોએ વરસાદથી ભીંજાવા બચવા માર્ગ પરના ઝાડનો તેમ જ નજીકની ઈમારતોમાં દુકાનોના છાપરાઓ નીચે આશરો લેવો પડ્યો હતો.

આ પણ વાંચો-છોટા ઉદેપુર જિલ્લામાં આજે સવારથી વરસી રહ્યો છે મુશળધાર વરસાદ

રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

અચાનક જ વરસાદ તૂટી પડતાં રસ્તાઓ પર પણ વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ સુમસાન બન્યા હતા. નેવાધાર વરસાદના પાણી રસ્તાઓ પર વહેતા જોવા મળ્યા હતાં. કામ અર્થે નીકળેલા દ્વિચક્રી વાહનચાલકો, કામ પરથી પરત ઘરે જતા લોકો ભારે વરસાદમાં અટવાયા હતાં.

આ પણ વાંચો-નર્મદા જિલ્લામાં ભારે વરસાદ, કરજણ ડેમ થયો ઓવરફ્લો

અચાનક વરસેલો વરસાદ અડધો કલાક બાદ ધીમો પડ્યો

પોણા 6 વાગ્યે વરસેલી અનરાધાર મેઘની હેલી સતત અડધો કલાક વરસી હતી. તે દરમિયાન રસ્તાઓ ઉપરાંત અનેક સોસાયટીમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. ત્યારબાદ અચાનક ફરી વરસાદનું જોર ઘટતા ગભરાયેલા લોકોએ પણ હાશકારો લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details