ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉમરગામ કન્ટેનમેન્ટ ઝોનમાં રહેવાસીઓનો આક્રોશ - સ્થાનિકોએ આવશ્યક ચીજવસ્તુઓ

વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ જાહેર કરેલા કન્ટેઇન્મેન્ટ ઝોનને લઈને સ્થાનિકોએ વહીવટીતંત્ર સમક્ષ ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોએ આવશ્યક ચીજવસ્તુઓ, પીવા માટે પાણીની વ્યવસ્થા, રોજગારી માટેના આવાગમન મામલે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.

ઉમરગામમાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં રહેવાસીઓનો આક્રોશ
ઉમરગામમાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં રહેવાસીઓનો આક્રોશ

By

Published : May 30, 2020, 4:30 PM IST

વલસાડઃ ઉમરગામમાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં લોકોએ મોટી સંખ્યામાં મહિલાઓ સાથે એકત્ર થઈ હોબાળો મચાવ્યો હતો. ઉમરગામ નગરપાલિકા દ્વારા લોકો આવશ્યક ચીજવસ્તુઓ નહીં મળતી હોવાની રાવ સાથે વિરોધ નોંધાવ્યો હતો. કન્ટેઇન્મેન્ટ ઝોન હટાવો અથવા અમને આવશ્યક ચીજવસ્તુઓ આપો તેવી માગ કરી હતી.

ઉમરગામમાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં રહેવાસીઓનો આક્રોશ
તેમજ લોકોને બહાર અવરજવર કરવા દો, ચીજવસ્તુઓ લેવા લોકોની માગ સાથે હોબાળો કર્યો હતો. આ દરમિયાન સ્થળ પર રહેલી પોલીસ જવાનોએ અને મામલતદારે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉમરગામ નગરપાલિકાની બેજવાબદારીને લઈ લોકો રોષે ભરાયા હતાં. પીવાના પાણી માટે પણ કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં લોકોને તંગી પણ પડે છે. મોટી સંખ્યામાં લોકોનું ટોળું ભેગુ થયું હતું. બીજી તરફ પાલિકાના કોઈ પણ જવાબદાર અધિકારી સ્થળ પર સમયસર પહોંચ્યા ન હતા. જેથી લોકો વધુ રોષે ભરાયા હતા. લોકોની એક જ માગ હતી કે, કન્ટેઇન્મેન્ટ ઝોન હટાવો અથવા અમને જરૂર પડતી ચીજવસ્તુઓ પહોંચાડો નહી તો લોકોને બહાર જવા દો, જો કે આખરે મામલતદારે લોકોની રજૂઆતો સાંભળી આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details