સંઘ પ્રદેશ દીવમાં 'બેટી બચાવો બેટી પઢાવો' સ્લોગન અંતર્ગત ઇન્ટરનેશનલ ગર્લ્સ ચાઈલ્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓને આત્મ રક્ષા માટે કરાટેની ખાસ તાલીમ આપવામાં આવી હતી.
દીવના કેવડી ખાતે ઈન્ટરનેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડે ની ઉજવણી કરાઈ - ઈન્ટરનેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડે ની ઉજવણી
દમણઃ દિવમાં ઇન્ટરનેશનલ ગર્લ્સ ચાઈલ્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે ઉજવણીના ભાગરૂપે સેલ્ફ ડિફેન્સની તાલીમનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.

Diu
દીવના કેવડી ખાતે ઈન્ટરનેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડે ની ઉજવણી કરાઈ
મહિલાઓ પ્રત્યે વધતા જતા ગુનાઓને ધ્યાને લઈને પરિવારથી અલગ અને દૂરના સ્થળોએ રહીને અભ્યાસ કે કામ કરતી યુવતીઓ સંભવિત ઉત્પીડનને લઈને સજાગ રહે તે માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જીલા કલેકટર સલોની રાય, પોલીસ વડા હરેશ્વર સ્વામી તેમજ અન્ય લોકોએ બાળકી બચાવોના શપથ લઈને સમાજમાં બાળકીઓને મોખરે સ્થાન મળે તેને લઈને કામ કરવાની વચન બદ્ધતા વ્યક્ત કરી હતી.