કૃષિ યુનિવર્સિટી નવસારીની ટીમે નારગોલ ગામે કેરી અને ફણસની દેશી જાતનું નિરીક્ષણ કર્યું - Inspection of mango and jackfruit in Nargol village
કૃષિ યુનિવર્સિટી નવસારીના ડૉ. ચિરાગ દેસાઈ તથા કૃષિ યુનિવર્સિટીની ટીમે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે આવેલી આંબાવાડીઓ તેમજ ફણસની વાડીઓની મુલાકાત લીધી હતી. નિષ્ણાતની ટીમે દેશી ફણસની અને કેરીની નવી જાતો વિકસિત કરવા સંસોધનના ભાગ રૂપે નમૂના લીધા હતાં.
કૃષિ યુનિવર્સિટી
દમણ: નારગોલ ગામે કેરી અને ફણસની દેશી જાતોનું નિરીક્ષણ કરવા કૃષિ યુનિવર્સિટી નવસારીની ટીમે મુલાકાત લીધી હતી. આ અંગે નારગોલ ગામના અગ્રણી ખેડૂત જયપ્રકાશ ભંડારીના જણાવ્યા મુજબ ઉમરગામ તાલુકામાં છેલ્લા બે દાયકાથી ખેડૂતોએ કેરી અને ફણસ જેવા ફળોના ઉત્પાદનમાં ક્રાંતિ પ્રાપ્ત કરી છે. વાડી બગીચાની સંખ્યામાં પણ વધારો થવાથી ઉમરગામ તાલુકાનાં ગામોની કેરીઓ દેશ વિદેશમાં એક્સપોર્ટ થઈ રહી છે. તેજ રીતે દક્ષિણ ભારતનું ફળ ગણાતું ફણસના ઝાડોનું વાવેતરમાં પણ ખાસ્સો ઉમેરો થયો છે.