આ પ્રસંગને અનુલક્ષીને પ્રશાસન દ્વારા એક ખાસ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો છે. જે વીડિયોમાં દમણની ગંદી ચાલીઓમાં અનેક સુવિધાના અભાવે રહેતા કામદારોને કેવી મુશ્કેલીઓ પડતી હતી તેનો ચિતાર રજુ કરે છે ત્યાર બાદ હવે તેની ચિતાર બદલાઇ થે જેમાં સુવિધાયુક્ત ફ્લેટ ભાડે મળતા કેવા લાભ થશે તે દર્શાવવામાં આવ્યું છે.
'સ્પર્શ યોજના' હેઠળ દમણમાં ઔદ્યોગિક શ્રમિકોને 46 ફ્લેટમાં કરાવાશે ગૃહ પ્રવેશ વીડિયોમાં પ્રશાસન દ્વારા વિગતો આપવામાં આવી છે કે, પ્રશાસનનો હંમેશા એ પ્રયાસ રહ્યો છે કે ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં કામ કરતાં કામદારોનું આરોગ્ય, જીવનશૈલીને બહેતર બનાવવા અને સંપૂર્ણ સુવિધાયુક્ત આવાસ ઉપલબ્ધ કરાવાય તે માટે સ્પર્શ યોજનાનો આરંભ કર્યો હતો. આ યોજના હેઠળ મુખ્ય ઔદ્યોગિક વિસ્તારના કામ કરતા કામદારો માટે વિશેષ આવાસ બનાવવાનું આયોજન હાથ ધર્યું હતું.
OIDC અને શ્રમ વિભાગ દ્વારા સ્પર્શ યોજના હેઠળ 325 વર્ગખંડમાં આ શ્રમ આવાસ બનાવવામાં આવ્યું છે. જેમાં બેડરૂમ, શૌચાલય અને રસોઈ ઘર બનાવવામાં આવ્યા છે. તમામ ફ્લેટ હવા-ઉજાસવાળા, પાણી, વીજળીના કનેકશન સાથે આપવામાં આવ્યા છે. આ ફ્લેટમાં ભાડે રહેવા માંગતા કામદારોએ માત્ર 600 રૂપિયા પ્રતિમાસ ભાડુ ચૂકવવું પડશે. જેમાં 300 રૂપિયા શ્રમ વિભાગ દ્વારા લાભાર્થીઓના ખાતામાં પરત જમા કરવામાં આવશે. એટલે કે તેમને માત્ર 300 રૂપિયામાં જ આ શ્રમ આવાસમાં ડોરમેટ્રી રૂમ ભાડે મળશે.
પ્રશાસને કામદારો માટે એક સ્માર્ટ ઘરની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જેનાથી કામદારોની જીવનશૈલીમાં સુધાર આવશે સાથે જ સામાજિક જીવનને પણ બહેતર બનાવી શકશે તેવો સંકલ્પ આ જાહેર કરેલા વીડિયોમાં વ્યક્ત કરાયો છે.