ગુજરાત

gujarat

ETV Bharat / state

Compost Plant from Waste in Vapi: વાપી નગરપાલિકા દ્વારા ઘન કચરામાંથી ખાતરના પ્લાન્ટનો શુભારંભ - Scientific Disposal of Waste in Vapi

વાપી નગરપાલિકાની(Municipality in Vapi) નામધા ચંડોર ડમ્પીંગ સાઇટ પર રોજના 600 ટન કચરામાંથી ખાતર બનાવવાની કામગીરીનો રવિવારે રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. વર્ષોથી ગંદકી, દુર્ગંધ અને કચરામાંથી ખાતર-વીજળી ઉત્પન્ન (Compost Plant from Waste in Vapi) કરવાના પ્રયાસોમાં નાકામિયાબ રહ્યા બાદ હવે નગરપાલિકાનો આ ત્રીજો પ્રયાસ છે.

Compost Plant from Waste in Vapi: વાપી નગરપાલિકા દ્વારા ઘન કચરામાંથી ખાતરના પ્લાન્ટનો શુભારંભ
Compost Plant from Waste in Vapi: વાપી નગરપાલિકા દ્વારા ઘન કચરામાંથી ખાતરના પ્લાન્ટનો શુભારંભ

By

Published : Jan 17, 2022, 11:34 AM IST

Updated : Jan 17, 2022, 11:39 AM IST

વાપી :- વાપીમાં રવિવારે ગુજરાત રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈના હસ્તે વાપી નગરપાલિકાની નામધા ચંડોર ડમ્પીંગ સાઇટ ખાતે ઘનકચરાને વૈજ્ઞાનીક (Best from Waste in Vapi) ધોરણે પ્રોસેસ કરી ખાતર બનાવવાના પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ થકી ખેડૂતોને ખાતર, ફર્ટિલાઈઝર કે સિમેન્ટ કંપનીઓને વેંચવામાં આવશે. જો કે આ કચરાના ઢગલામાંથી(Compost Plant from Waste in Vapi) ખાતર બનાવવાનો આ ત્રીજો પ્રયાસ છે. એ પહેલાં બે વાર પાલિકાની કોશિશ(Process of Making Compost from Waste) નકામી ઠરી છે.

Compost Plant from Waste in Vapi: વાપી નગરપાલિકા દ્વારા ઘન કચરામાંથી ખાતરના પ્લાન્ટનો શુભારંભ

દૈનિક 55 ટન ધનકચરાનો વૈજ્ઞાનીક ઢબે નિકાલ

વાપી નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાંથી આવતો દૈનિક અંદાજીત 55 ટન ધનકચરાનો વૈજ્ઞાનીક ઢબે નિકાલ કરવાનો થાય છે, જે માટે નગરપાલિકા દ્વારા ઓનલાઈન જાહેરત આપી ટેન્ડર પ્રક્રિયા કરી ભાવો મંગાવવામાં આવ્યા હતા. જે ભાવો પૈકી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેકટ પ્રા.લી. સુરતના ભાવો મંજુર કરાયેલા, એજન્સી દ્વારા ટેન્ડર મુજબ 100 ટન પર ડે (MSW Segreation Treatment Processing and Recycle Project) માટે ટ્રોનલ બેઝ 3 મશીનરી (75mm, 25mm અને 4mm) લગાવવામાં આવી છે. જેના થકી દૈનિક પાલિકા વિસ્તારમાંથી નીકળતા કચરાને પ્રોસેસ કરી તેમાંથી ખાતર બનાવવામાં આવશે. જેનો નાણાપ્રધાન કનુ દેસાઈએ પાલિકા પ્રમુખ સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવી આ મિશન સફળ થાય તેવી શુભકામના પાઠવી હતી.

2005થી ડમ્પીંગ થતા કચરાનો ડુંગર ખડકાયો

વાપી નગરપાલિકા વિસ્તારમાંથી એકત્રીત થયેલ ધનકચરો(Garbage in Vapi Municipal Area) વર્ષ 2005થી ડમ્પીંગ થતો હતો ત્યારે હાલમાં કચરાનો ડુંગર ખડકાયો છે. ડમ્પીંગ સાઈટની જગ્યા પર એકત્રીત કચરાના કારણે આજુ બાજુના ગામ લોકોને પણ ગંદકી, દુર્ગંધ, રખડતા કૂતરા, ઢોરનો ત્રાસ હોવાની ફરીયાદો મળતી હતી. આ બાબતે વાપી નગરપાલિકાનો NGTમાં કેસ પણ ચાલી રહેલો છે. જે તમામ બાબતોને ધ્યાનમાં રાખી ડમ્પ થયેલ કચરાનો નિકાલ કરવા વાપી નગરપાલિકા દ્વારા ઓનલાઈન જાહેરાત આપી ટેન્ડરીંગ કરી ભાવો મંગાવવામાં આવ્યા હતા. જેમાં સીડી ટ્રાન્સપોર્ટ, વાપીના ભાવો મંજુર થયા છે.

એજન્સી દ્વારા પર ડે 600 ટન કચરાનો નિકાલ

આ એજન્સી દ્વારા પર ડે 600 ટન કચરાના નિકાલ માટે ટ્રોનલ લગાવી છે. જેના દ્વારા નગરપાલિકાનો વર્ષોથી એકત્રીત થયેલ કચરાનો વૈજ્ઞાનીક ઢબે નિકાલ (Scientific Disposal of Waste in Vapi) કરવામાં આવશે. આ અંગે સીડી ટ્રાન્સપોર્ટ કંપનીના પ્રોપરાઈટર નુરુદ્દીન ચૌધરીએ જણાવ્યું હતું કે, આ કચરામાંથી ખાતર બનાવવા ત્રણ મશીન લગાવવામાં આવશે.

ખેડૂતો ખાતર તરીકે ઉપયોગ કરી જમીનની ફળદ્રુપતા વધારી શકશે

હાલમાં જુના કચરામાંથી તૈયાર થતું ખાતર 300થી 350 રૂપિયા ટનના ભાવે ખેડૂતોને આપવામાં આવશે. જ્યારે ફ્રેશ વેસ્ટમાંથી બનતું ખાતર ફર્ટિલાઈઝર કંપનીઓને 2500 રૂપિયા ટન મુજબ આપવામાં આવશે. આ ઉપરાંત પ્લાસ્ટિક વેસ્ટને પ્રોસેસ કરી સિમેન્ટ ફેક્ટરીઓમાં સપ્લાય કરવામાં આવશે. કચરો જૂનો છે એટલે તેમાં માટીનું પ્રમાણ વધુ હોય છે. જે ખેડૂતો ખાતર તરીકે ઉપયોગ કરી જમીનની ફળદ્રુપતા વધારી શકશે. પથ્થર-કાંકરા જેવા વેસ્ટ કચરામાંથી ફીલિંગ મટિરિયલ્સ (Filling Materials from Waste) બનાવવામાં આવશે.

આગામી જૂન સુધીમાં જુના કચરાનો નિકાલ કરવાનું બીડું ઝડપ્યું

ઉલ્લેખનીય છે કે હાલ શરૂ કરાયેલ આ પ્રોજેકટ પહેલા નગરપાલિકા દ્વારા આ જ કચરામાંથી ખાતર અને વીજળી ઉત્પન્ન કરવા અન્ય એજન્સીઓને કામ સોંપ્યા બાદ તે પ્રોજેકટ અધવચ્ચે જ અટકી ગયો હતો. જે બાદ આ ત્રીજો પ્રયાસ છે. તેમજ આગામી જૂન સુધીમાં જુના કચરાનો નિકાલ કરવાનું બીડું ઝડપ્યું છે. ત્યારે આ વખતે દમણ, પટના, બિહાર ખાતેની નગરપાલિકામાં અને જિલ્લા પંચાયતના ટેન્ડર મેળવી આવા વેસ્ટ કચરામાંથી ખાતર બનાવતી એજન્સીને આ કામ સોંપ્યું છે. જેમાં પાલિકા સફળ થશે કે કેમ તે હવે આગામી 6 મહિના બાદ જ ખબર પડશે. પરંતુ હાલમાં તો આ પ્રોજેક્ટના શુભારંભથી આજુબાજુના ગામ લોકોની ઢોરઢાંખર, કુતરાઓનો ત્રાસ, ગંદકી, દુર્ગંધ જેવી ફરીયાદોનો નિકાલ થશે તેવી આશા સેવાઈ છે.

આ પણ વાંચોઃ Bhuj dumping station: ભુજ ડમ્પિંગ સાઈટનો સર્જાતો પહાડ પશુઓ તથા શહેરીજનો માટે નુકસાનકારક

આ પણ વાંચોઃ ભાવનગરના બોરતળાવની પિતળ પર સોનાના વરખ ચડાવ્યા જેવી હાલત, કચરો અને ગંદુ પાણી પણ દેખાશે નહિ આખરે ક્યાં? જાણો

Last Updated : Jan 17, 2022, 11:39 AM IST

ABOUT THE AUTHOR

...view details