દમણ: સંઘપ્રદેશ દમણમાં કોરોનાના કેસ દિવસે દિવસે વધતા જાય છે. શરૂઆતના દિવસોમાં એટલે કે લોકડાઉન 1માં પ્રશાસન દ્વારા મરવડ હોસ્પિટલમાં 15 બેડની કોવિંડ 19 હોસ્પિટલ શરૂ કરાઇ હતી. પરંતુ હવે, દમણમાં કોરોનાનો કેર વધતા મરવડ સરકારી હોસ્પિટલ કોરોના માટે સ્પેશ્યલ તૈયાર કરવામાં આવી છે. અન્ય સારવાર અને બીમારી માટે મોટી દમણમાં આવેલા સરકારી દવાખાનામાં લોકોને મોકલાઇ રહ્યા છે.
સરકારી આવાસોને કોવિડ વોર્ડમાં ફેરવવા દમણ કલેકટરને રજૂઆત - કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉન-4
કોરોના વાઈરસને કારણે થયેલા લોકડાઉન-4 બાદ અનલોક-1માં દમણ કોરોનાનો ગઢ બન્યો છે. પ્રદેશમાં ગણતરીના દિવસોમાં જ 61 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. ત્યારે, માત્ર 15 બેડની સરકારી હોસ્પિટલ સામે હવે સર્કિટ હાઉસ જેવા સરકારી આવાસોને કોવિડ વોર્ડ બનાવવાની તાતી જરુરિયાત ઉભી થઇ હોવાથી પ્રશાસને તે અંગે વહેલી તકે નિર્ણય લેવો જોઈએ, તેવી માગ દમણના યુથ એક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલે કરી હતી.
સરકારી આવાસોને કોવિડ વોર્ડમાં ફેરવવા દમણ કલેકટરને કરાઇ રજૂઆત
સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલી પ્રશાસન કોરોનાની પરિસ્થિતિમાં અભૂતપૂર્વ કામગીરી કરી રહ્યું છે. પરંતુ વર્તમાન સ્થિતિને જોતા પ્રશાસન દ્વારા દમણના આ સર્કિટ હાઉસમાં સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી અને સર્કિટહાઉસને પ્રશાસન દ્વારા આ મહામારીને ધ્યાનમાં લઇ જો ખુલ્લું મૂકવામાં આવે તો, લોકોને સુવિધા વધુ સારી આપી શકાય તેવી લોક માગ ઉઠી રહી છે. જેને પ્રશાસને તાત્કાલિક ધોરણે પ્રાધાન્ય આપવું જોઈએ તેવું ઉમેશ પટેલે જણાવ્યું હતું.