ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં તસ્કરોએ ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક પાસેથી રૂ. 1.22 લાખ પડાવ્યા

વાપીમાં ફરી એક વાર તસ્કરો સક્રિય થયા છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી લૂંટ કરનારી ગેંગે એક મહિલા તબીબની ક્લિનિકમાં પ્રવેશી છરી બતાવી રૂ. 5 હજાર પડાવ્યા હતા. બીજી ઘટનામાં ટ્રાન્સપોર્ટરના મકાનમાં પ્રવેશી તસ્કરોએ રૂ. 1.22 લાખની ચોરી કરી હતી.

By

Published : Jan 7, 2021, 5:16 PM IST

વાપીમાં તસ્કરોએ ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક પાસેથી રૂ. 1.22 લાખ પડાવ્યા
વાપીમાં તસ્કરોએ ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક પાસેથી રૂ. 1.22 લાખ પડાવ્યા

  • વાપીમાં તસ્કરો બન્યા બેફામ, મકાનના તાળા તોડી કરે છે ચોરી
  • તસ્કરોએ ટ્રાન્સપોર્ટરના માલિક પાસેથી રૂ. 1.22 લાખ પડાવ્યા
  • મહિલા તસ્કરે મહિલા તબીબ પાસેથી રૂ. 5 હજાર પડાવી લીધા
    વાપીમાં તસ્કરોએ ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક પાસેથી રૂ. 1.22 લાખ પડાવ્યા

વાપી: નૂતનનગરમાં આવેલા એક ક્લીનિકમાં બાળક સાથે દર્દી બનીને આવેલી મહિલાએ મહિલા તબીબને છરી બતાવી રૂ. 5 હજાર પડાવી લીધા હતી. બીજી ઘટનામાં વાપી છરવાડા રોડ ઉપર આવેલ એક બિલ્ડીંગના ફ્લેટનો લૉક તોડી તસ્કરોએ રૂ. 1.22 લાખના રોકડા અને દાગીનાની ચોરી કરી હતી.

વાપીમાં તસ્કરોએ ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક પાસેથી રૂ. 1.22 લાખ પડાવ્યા

બાળકના બહાને મહિલા તસ્કર ક્લિનિકમાં ગઈ અને રૂ. 5 હજાર લઈ ફરાર

નૂતનનગરમાં આર્યા હાઇટ્સ બિલ્ડીંગમાં ક્લીનિક ચલાવતી તબીબને ત્યાં એક મહિલા બાળકને લઈ આવી હતી. બાળકને લૂઝમોશન થાય છે તેમ કહેતા મહિલા તબીબ બાળકની ચકાસણી કરવા જતા આરોપી મહિલાએ છરી બતાવી તબીબને શાંતિથી બેસી રહેવા જણાવ્યું હતું. અને ત્યારબાદ મહિલા તસ્કર તબીબના રૂ. 5 હજાર લઈને ફરાર થઈ ગઈ હતી.

વાપીમાં તસ્કરોએ ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક પાસેથી રૂ. 1.22 લાખ પડાવ્યા

3 મહિલાની ગેંગે 2 મહિલાને લૂંટી

આ દરમિયાન ક્લિનિકમાં અન્ય બે મહિલા પ્રવેશી હતી અને તબીબને મારવાની ધમકી આપી ડ્રોઅરમાંથી રૂ. 5 હજાર કાઢીને નીકળી જતા મહિલા તબીબે તાત્કાલિક બાજુના કરિયાણાની દુકાનના સંચાલકને બનાવ અંગે જાણ કરી હતી. મહિલા તબીબના જણાવ્યા અનુસાર, ક્લિનિકથી નીકળ્યા બાદ રસ્તામાં આ ટોળકીએ બિલ્ડીંગમાં કામ કરતી બાઈ પાસેથી પણ રૂ. 8 હજારની લૂંટ ચલાવી હતી.

વાપીમાં તસ્કરોએ ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક પાસેથી રૂ. 1.22 લાખ પડાવ્યા
ઘરનો લૉક તોડી તસ્કરોએ ચોરી કરી

બીજી ઘટનામાં વાપી છરવાડા રોડ ઉપર સોસાયટીમાં રહેતા સીતાદેવી બદ્રિપ્રસાદ પ્રજાપતિના પતિ પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસે ગયા હતા. તે દરમિયાન સાંજના સમયે તેમના બંને બાળકો ટેરેસ ઉપર પતંગ ચગાવવા ગયા હતા. ઘરે લૉક મારી સીતાબેન બજારમાં શાકભાજી લેવા ગયા હતા અને ત્યાંથી પરત આવી ઘરે જોતા બહારથી લૉક તૂટેલી હાલતમાં દેખાયું હતું. આથી તેઓ અંદર પ્રવેશીને જોતા કબાટનો સામાન વેર વિખેર પડ્યો હતો. આની જાણ તાત્કાલિક પતિને કરી પોલીસ સ્ટેશને ફોન કરાયો હતો.

સોના-ચાંદીના દાગીનાની ચોરી

તસ્કરોએ કબાટમાંથી 3 મંગળસૂત્ર, 1 સોનાની ચેન, 3 વિંટી, કાનનું ઝૂુમ્મર તથા ચાંદીની પાયલ તેમ જ રોકડા રૂ. 8,500 મળી કુલ રૂ. 1,22,500ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે અજાણ્યા શખસો સામે ચોરીની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વાપી વિસ્તારમાં ઠંડીની શરૂઆત થતાં જ તસ્કરોએ પોતાનો ચમકારો બતાવવાનો શરૂ કર્યું છે. ધોળે દિવસે તસ્કરો ચોરી કરીને પલાયન થઈ જતાં સમગ્ર વિસ્તારના રહીશોમાં ગભરાટનું વાતાવરણ જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details