ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં નર્સે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ - ગુજરાત આત્મહત્યા

વાપીના ગુંજન વિસ્તારમાં રહેતી અને હરિયા હોસ્પિટલમાં 6 માસથી નર્સ તરીકે ફરજ બજાવતી 35 વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.

વાપીમાં નર્સે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વાપીમાં નર્સે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

By

Published : Jun 2, 2020, 1:09 PM IST

વાપીઃ વાપીના ગુંજન વિસ્તારમાં રહેતી 35 વર્ષીય નમ્રતા નીતિન ચૌહાણ નામની યુવતીનો મૃતદેહ સોમવારે સવારે તેમના રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. મૃતક મહિલા ગુંજનના એલઆઇજી બિલ્ડિંગમાં રહેતી હતી અને હરિયા હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. યુવતીએ રવિવારે રાત્રીએ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું. PI એન.વી. કામળિયા અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકનો પરિવાર, તેમનો પતિ અને બાળકો વતન મહારાષ્ટ્રના રત્નાગીરીમાં રહે છે. જ્યારે નમ્રતા વાપીમાં એકલા જ રહેતા હતા.

વાપીમાં નર્સે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

તેમણે ક્યા કારણોસર આત્મહત્યા કરી તે હાલ જાણી શકાયું નથી.

ABOUT THE AUTHOR

...view details