ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 35 ફોર્મ ભરાયાં

વલસાડ જિલ્લાની જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત અને ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી શુક્રવારે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ ભરવા તાલુકા પંચાયત અને નગરપાલિકા ખાતે તમામ પક્ષોએ પોતાના સમર્થકો સાથે પહોંચી જીતના દાવા કર્યાં હતાં.

વાપીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 35 ફોર્મ ભરાયાં
વાપીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 35 ફોર્મ ભરાયાં

By

Published : Feb 13, 2021, 5:00 PM IST

  • વાપી-ઉમરગામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ફોર્મ ભરાયાં
  • ભાજપે તમામ બેઠક પર ફોર્મ ભર્યાં, કોંગ્રેસ-અપક્ષે પણ નોંધાવી ઉમેદવારી
  • તમામ પક્ષોએ પોતાના સમર્થકો સાથે પહોંચી જીતના દાવા કર્યાં હતાં

વાપીઃ વાપી તાલુકા પંચાયતની 20 બેઠક, જિલ્લા પંચાયતની 4 બેઠક માટે તો, ઉમરગામ તાલુકા પંચાયતની 30 બેઠક અને જિલ્લા પંચાયતની 8 બેઠક માટે, નગરપાલિકાની 28 બેઠક માટે ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યાં હતાં. પોતાના સમર્થકો સાથે પહોંચેલા ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યાં હતાં.

વાપીમાં કુલ 31 ફોર્મ ભરાયાં હતાં

વાપી તાલુકા પંચાયત ખાતે ભાજપે તાલુકા પંચાયતની 20 બેઠક અને જિલ્લા પંચાયતની 4 બેઠક માટે વિજય મુહૂર્તમાં ઉમેદવારો પાસે ફોર્મ ભરાવ્યાં હતાં. શુક્રવારે એક જ દિવસમાં વાપી તાલુકા પંચાયત ખાતે ભાજપે કુલ 20 બેઠક માટેના દાવેદાર ઉમેદવારોના ફોર્મ ભરાવ્યાં હતાં. કોંગ્રેસે 8 ફોર્મ ભર્યાં હતાં. જ્યારે 3 અપક્ષ ઉમેદવારોએ પણ ફોર્મ ભરતા કુલ 31 ફોર્મ ભરાયાં હતાં.

ભાજપે તમામ બેઠક પર ફોર્મ ભર્યાં, કોંગ્રેસ-અપક્ષે પણ નોંધાવી ઉમેદવારી
વાપી અને ઉમરગામમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

આવી જ રીતે ઉમરગામ નગરપાલિકા ખાતે પણ ભાજપે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉપસ્થિત રહી 7 વૉર્ડના 28 ઉમેદવારોના ફોર્મ ભર્યાં હતાં. ભાજપે ઉમરગામ તાલુકા પંચાયતની 30 બેઠક અને જિલ્લા પંચાયતની 8 બેઠક માટે પણ ફોર્મ ભર્યાં હતાં.

વાપી-ઉમરગામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ફોર્મ ભરાયાં

ઉમરગામ નગરપાલિકામાં 59 ફોર્મ ભરાયાં

ઉમરગામ નગરપાલિકામાં કુલ 59 ફોર્મ ભરાયાં હતાં, જેમાં ભાજપના 28, કોંગ્રેસના 24, બહુજન સમાજ પાર્ટીના 4 અને 3 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં.

તાલુકા પંચાયતમાં 84 ફોર્મ ભરાયાં

ઉમરગામ તાલુકા પંચાયત ખાતે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ મળી કુલ 84 ફોર્મ ભરાયાં હતાં. ફોર્મ ભરતી વખતે તમામ ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યાં હતાં.

વાપી-ઉમરગામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ફોર્મ ભરાયાં

ભાજપે તમામ બેઠક જીતવાનો દાવો કર્યો

ભાજપના ઉમરગામ નગરપાલિકાના કન્વીનર ટીનુ બારીએ જણાવ્યું હતું કે, શુક્રવારે શુભ મુહૂર્તમાં તમામ 28 સભ્યોના ફોર્મ ભરી દેવામાં આવ્યાં છે. શનિવારથી તમામ સાતેય વૉર્ડમાં કાર્યકરો સાથે ચૂંટણી પ્રચારનો શુભારંભ કરવામાં આવશે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાંય હરિફાઈમાં નથી. એટલે ભાજપ તમામ બેઠક કબજે કરશે. જોકે, ટિકિટની વહેંચણીમાં કેટલાક કાર્યકરોને મનદુઃખ થયું છે, જેમને મનાવવા માટે પણ બેઠકોનો દોર શરૂ કર્યો છે. નારાજ કાર્યકરો પણ ભાજપની પડખે ઊભા રહેશે અને જંગી બહુમતથી વિજય અપાવશે. ઉમેદવારી ફોર્મ પ્રક્રિયા દરમિયાન તાલુકા પંચાયતે અને નગરપાલિકા ખાતે સ્થાનિક ધારાસભ્ય, તાલુકા પ્રમુખ, મહામંત્રી સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details