- દમણના ઉમરગામમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું
- રક્તદાન શિબિરમાં માત્ર 68 યુનિટ રક્ત એકત્રિત કરાયું
- સામાન્ય દિવસોમાં 100 યુનિટથી વધુ રક્ત એકત્રિત કરાય છે
- ભાજપના રક્તદાન કેમ્પમાં કાર્યકરોએ માત્ર ફોટા પડાવ્યા
દમણઃ દેશની સૌથી મોટી પાર્ટીમાં કોરોના કાળની અસર વર્તાઈ હોય એમ વડાપ્રધાન મોદીના શાસન કાળના 7 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અર્થે યોજાયેલા કાર્યક્રમોમાં કાર્યકરો તો દેખાયા પણ દરેક કાર્યક્રમોનો જાણે ફિયાસ્કો થયો હતો. સામાન્ય દિવસોમાં પણ જે કાર્યક્રમમાં 100 યુનિટથી વધુ રક્ત એકત્ર કરી શકાય તેમ છતા ભાજપના આ મહત્વના કાર્યક્રમમાં રક્તદાતાઓ કરતા ફોટા પડાવવા કાર્યકરો વધારે જોવા મળ્યા હતા. ઉમરગામમાં યોજાયેલા રક્તદાન શિબિરમાં માત્ર 68 યુનિટ રક્ત એકત્ર થયું હતું.
આ પણ વાંચોઃપાટણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
કેન્દ્ર સરકારમાં ભાજપના 7 વર્ષની ઉજવણી કરાઈ
વલસાડ જિલ્લામાં ભાજપ દ્વારા દરેક તાલુકામાં ભાજપના કેન્દ્રમાં સફળ 7 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ઉમરગામ તાલુકાના ભીલાડ ભંડારી સમાજ હોલમાં વન અને આદિજાતિ રાજ્યપ્રધાન રમણ પાટકરની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર 68 યુનિટ રક્ત જ એકત્ર થયું હતું.