દમણ : સ્થાનિકોના જણાવ્યા અનુસાર બે દિવસથી ગામના અલગ અલગ વિસ્તારમાં અને ખેતરમા ખુલ્લેઆમ દીપડો ફરતો જોવા મળી રહ્યો છે. આ દીપડો થોડા દિવસ પહેલા પકડાયેલા દીપડા કરતા પણ મોટી ઉંમરનો અને ખૂંખાર હોય તેવુ લાગી રહ્યુ છે.
મોરખલ ગામે ફરી દીપડો દેખાતા ગામ લોકોમાં ફફડાટ - Morakhal news
દાદરા નગર હવેલીના મોરખલ ગામે ગત માસ દરમિયાન એક દીપડો ઝડપાયો હતો. હાલમાં ફરી ગામમા દીપડો ફરતો જોવા મળતા ગામના લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.
દાદરા નગર
આ અંગે ગામના લોકો દ્વારા ગામના સરપંચ અને વનવિભાગને જાણ કરવામા આવી હતી. તેમજ વનવિભાગ દ્વારા પાંજરું મુકવાની તજવીજ હાથ ધરી હતી.