- કોરોના કાળમાં રક્તની તંગી નિવારવા અથાગ પ્રયાસ
- વાપીમાં 2 બ્લડ બેંકમાં દર મહિને 1500 બોટલ રક્તની જરૂરિયાત
- હાલમાં રક્તદાન કેમ્પ જ રક્ત એકત્ર કરવા માટેનો આધાર
વાપી: કોરોના કાળમાં લોકડાઉન અને મહામારીના સમયે દેશની મોટાભાગની બ્લડબેન્કમાં રક્તની તંગી સર્જાઈ છે. વાપીમાં પણ 2 બ્લડ બેન્કમાં કોરોના કાળમાં રક્તની તંગી સર્જાઈ હતી. આ તંગીને દૂર કરવા રક્તદાન કેમ્પ યોજવા ઉપરાંત પોતાના વાહનો મારફતે રક્તદાતાઓને બોલાવી રક્તની તંગી દૂર કરી છે. વાપીમાં બંને બ્લડ બેંકમાં મહિને 750-750 બોટલ રક્તની સામે માંડ 500-500 બોટલ રક્ત મળે છે.
PPE કીટ પહેરીને રક્ત ભેગુ કરવામાં આવ્યું
વાપીમાં દર્દીઓ માટે નહીં નફો નહીં નુકસાનના ધોરણે લાયન્સ પુરીબેન પોપટ લાખા બ્લડ બેન્ક અને ન્યુ કેમ બ્લડ બેન્ક કાર્યરત છે. જોકે સામાન્ય રીતે વર્ષે દહાડે લાયન્સ પુરીબેન પોપટ લાખા બ્લડ બેન્કમાં 4000 બોટલ રક્ત એકત્ર થાય છે. જે જરૂરીયાત મંદને આપવામાં આવે છે એ જ રીતે ન્યુ કેમ બ્લડ બેંકમાં મહિને 750 બોટલની જરૂરીયાત વર્તાય છે. બંને બ્લડ બેન્કમાં દર મહિને આ જરૂરિયાત સરખી છે. પરંતુ હાલમાં કોરોના કાળ દરમ્યાન રક્તદાતાઓ રક્તનું દાન કરી શક્યા નહોતા તેને કારણે રક્તદાન કેન્દ્રમાં રક્તની તંગી સર્જાઇ હતી. જે દરમિયાન લાયન્સ પુરીબેન પોપટ લાખા બ્લડ બેન્કના સ્ટાફે પોતાના વાહનો મારફતે PPE કીટ પહેરીને પણ રક્તદાતાઓને બોલાવી રક્તની જરૂરિયાત પૂરી કરી પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.
આ પણ વાંચો : Tokyo Olympics 2020 Day 13: ભારતની લવલીના બોરગોહેનને મળ્યો બ્રોન્ઝ મેડલ
સર્જરી, પ્રસૃતા મહિલા, થેલેસેમીયાના દર્દી માટે લોહીની વધુ જરૂર
વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દમણ સેલવાસ ઔદ્યોગિક વિસ્તાર છે. આ વિસ્તારમાં રક્તની સૌથી વધુ જરૂરિયાત પ્રસૃતા વખતે મહિલાઓને તેમજ બાળકોમાં રહેલા કુપોષણ વખતે હૃદય કિડની જેવા ઓપરેશન વખતે માર્ગ અકસ્માતમાં ઘાયલ દર્દીઓ માટે અને થેલેસેમિયાના દર્દીઓ વખતે વર્તાય છે. કોરોના કાળમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા મોટા રક્તદાન કેમ્પ જ એક માત્ર આશા રહી છે.