ગુજરાત

gujarat

ETV Bharat / state

સેલવાસ નગરપાલિકાએ મુખ્ય શાકમાર્કેટનું ત્રણ ભાગમાં કર્યું વિભાજન

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા સેલવાસ નગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. જે નિર્ણય હેઠળ શહેરના મુખ્ય શાકભાજી માર્કેટને ત્રણ વિભાગમાં વહેંચી તે મુજબ વેપારીઓને વેપાર કરવાની સૂચના આપવામાં આવી છે.

સેલવાસમાં નગરપાલિકાએ મુખ્ય શાકમાર્કેટનું ત્રણ ભાગમાં કર્યું વિભાજન
સેલવાસમાં નગરપાલિકાએ મુખ્ય શાકમાર્કેટનું ત્રણ ભાગમાં કર્યું વિભાજન

By

Published : May 5, 2021, 1:03 PM IST

  • સેલવાસ નગરપાલિકામાં 3 સ્થળોએ હંગામી શાકભાજી માર્કેટ
  • કોરોના કાળમાં માર્કેટમાં ભીડ વધતા નિર્ણય લીધો
  • પ્રદેશમાં સાંજના 6થી સવારના 6 સુધી કરફ્યૂ

દમણઃ નગરપાલિકા વિસ્તારમાં કોરોના કેસને નાથવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત પ્રશાસને શહેરની શાકભાજી માર્કેટને 3 અલગ-અલગ સ્થળો પર ઉભી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સેલવાસમાં નગરપાલિકાએ મુખ્ય શાકમાર્કેટનું ત્રણ ભાગમાં કર્યું વિભાજન
સેલવાસમાં નગરપાલિકાએ મુખ્ય શાકમાર્કેટનું ત્રણ ભાગમાં કર્યું વિભાજન

આ પણ વાંચોઃકોરોનાને કારણે સુરતમાં શનિવારે શાકભાજી માર્કેટ બંધ કરાવ્યું, રવિવારે સેંકડો લોકો ઉમટી પડ્યા

શાકભાજી માર્કેટમાં ખૂબ મોટા પ્રમાણમાં ભીડ થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં કોરોનાના સંક્રમણના વધતા કેસને રોકવા સ્થાનિક પ્રશાસન સહિત સેલવાસ નગરપાલિકા દ્વારા સાંજના 6:00થી લઈ સવારના 6 ક્લાક સુધી કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. જે બાદ શહેરની તમામ મુખ્ય શાકભાજી માર્કેટમાં ખૂબ મોટા પ્રમાણમાં ભીડ થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પ્રશાસન દ્વારા આવા સંજોગોમાં શહેરીજનોમાં કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તે માટે મુખ્ય શાકભાજી માર્કેટને ત્રણ ભાગોમાં વિભાજન કરવાનો નિર્ણય લીધો છે.

સેલવાસમાં નગરપાલિકાએ મુખ્ય શાકમાર્કેટનું ત્રણ ભાગમાં કર્યું વિભાજન

આ પણ વાંચોઃનવસારીમાં શાકભાજી માર્કેટ બંધ કરાવતા વેપારીઓ નારાજ

વેપારીઓએ સહકાર આપવાની ખાતરી આપી

આ નિર્ણય હેઠળ મંગળવારથી શહેરમાં આમલી ગાયત્રી મંદિરનું મેદાન, કિલવણી નાકાનું મેદાન અને બહુમાળી ભવનની જૂની શાકભાજી માર્કેટ પરથી શહેરીજનો શાકભાજીની ખરીદી કરી શકશે. નગરપાલિકાના આ નિર્ણયને શાકભાજી વિક્રેતાઓએ પણ વધાવ્યો અને તેમના તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.

સેલવાસમાં નગરપાલિકાએ મુખ્ય શાકમાર્કેટનું ત્રણ ભાગમાં કર્યું વિભાજન

ABOUT THE AUTHOR

...view details