ગુજરાત

gujarat

ETV Bharat / state

જીતની ખુશીમાં ભાજપે યોજ્યો કાર્યકર્તા મહાઅભિનંદન સંમેલન - Lalubhai patel

દમણ: સતત ત્રીજી વાર જીતનો રેેકોર્ડ બનાવનાર ભાજપના લાલુભાઇ પટેલે 2019માં હેટ્રિક નોંધાવ્યા બાદ શુક્રવારે ભાજપ કાર્યાલય ખાતે ભાજપે કાર્યકર્તા મહાઅભિનંદન સંમેલન યોજી જીતનો જશ્ન મનાવ્યો હતો.

જીતની ખુશીમાં ભાજપે આયોજ્યો કાર્યકર્તા મહાઅભિનંદન સંમેલન

By

Published : May 24, 2019, 6:04 PM IST

ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ કાર્યકર્તા સંમેલનમાં સાંસદ લાલુભાઈ પટેલને ગુજરાતના વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકરે ખાસ ઉપસ્થિત રહી શુભકામના આપી હતી. આ પ્રસંગે દમણ પ્રદેશના ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલ સહિત, ભાજપના મહામંત્રી સહિત તમામ મોરચાના પ્રતિનિધિઓ કાર્યકરો, તેમજ મહિલા મોરચાની બહેનો ખાસ ઉપસ્થિત રહી લાલુભાઈને ફુલહાર અને ફુલના ગુલદસ્તાથી લોકસભા 2019ની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, દમણમાં ક્યારેય કોઇ સાંસદ ત્રીજી વાર સાંસદ સીટ જીત્યા નથી. ત્યારે લાલુભાઇએ આ કહેવતને ખોટી પાડી છે. 2009, 2014 અને 2019માં જીત મેળવીને વિજયની હેટ્રિક નોંધાવી છે. લાલુભાઈની આ જીતમાં કોંગ્રેસ તરફથી પહેલી વખત ડાહ્યાભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા હતા. જેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તો જ્યારો તેના પુત્ર કેતન પટેલને અગાઊ બે વખત હારનો સામનો કરવો પડ્યો છે. એમાં પણ આ વખતે 2019ની લોકસભા ચુંટણીમાં શરૂઆતના તબક્કે લાલુભાઈ તરફ લોકોની અને કાર્યકરોની નારાજગી જોવા મળી હતી. તો, કોંગ્રેસ ઉપરાંત અપક્ષ તરીકે ઉમેશ પટેલે પણ પોતાની દાવેદારી નોંધાવતા ભાજપના મતનું ધ્રુવીકરણ થવાની અને લાલુભાઈની હાર થશે તેવો ગણગણાટ શરૂ થયો હતો.

પરંતુ, ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસનું પત્તું સાફ થઇ ગયું હતું. લાલુભાઇ 9200ની ગત લીડથી પણ વધુ 9942ની લીડ મેળવી વિજય બનતા કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોને કારમી હારનો સ્વાદ ચાખવો પડ્યો. હાલ લાલુભાઇની જીતથી દમણ ભાજપમાં અદમ્ચ ઉત્સાહ છલકાઇ રહ્યો છે.

જીતની ખુશીમાં ભાજપે યોજ્યો કાર્યકર્તા મહાઅભિનંદન સંમેલન

ABOUT THE AUTHOR

...view details