ગુજરાત

gujarat

ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં JDUએ નગરપાલિકા ચૂંટણી માટેનું ઘોષણાપત્ર જાહેર કર્યું - JDU Party

સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ અને દીવમાં 8મી નવેમ્બરની રોજ યોજાનારી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ, અપક્ષ ઉપરાંત JDU પાર્ટીએ પણ અપક્ષ સાંસદ મોહન ડેલકરના સમર્થનમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. જેમાં સેલવાસ સ્માર્ટ સિટીના ભાજપના ચૂંટણી પ્રચારના મુદ્દાઓને JDU પક્ષે પોતાના ઘોષણાપત્રમાં જાહેર કર્યા હતાં.

દાદરા નગર હવેલીમાં JDUએ નગરપાલિકા ચૂંટણી માટેનું ઘોષણાપત્ર જાહેર કર્યું
દાદરા નગર હવેલીમાં JDUએ નગરપાલિકા ચૂંટણી માટેનું ઘોષણાપત્ર જાહેર કર્યું

By

Published : Oct 28, 2020, 9:35 AM IST

  • ભાજપના ચૂંટણી પ્રચારના મુદ્દાઓને JDUએ ઘોષણાપત્રમાં જાહેર કર્યા
  • ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ, અપક્ષ ઉપરાંત JDU પાર્ટી
  • 21 વિકાસલક્ષી મુદ્દાઓ સાથેનું ઘોષણાપત્ર બહાર પાડ્યું

સેલવાસઃ સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ અને દીવમાં 8મી નવેમ્બરની રોજ યોજાનારી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ, અપક્ષ ઉપરાંત JDU પાર્ટીએ પણ અપક્ષ સાંસદ મોહન ડેલકરના સમર્થનમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. જે અંતર્ગત JDU પક્ષે નગરપાલિકા ચૂંટણીમાં પોતાના 21 વિકાસલક્ષી મુદ્દાઓ સાથેનું ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું. જેમાં સેલવાસ સ્માર્ટ સિટીના ભાજપના ચૂંટણી પ્રચારના મુદ્દાઓને JDU પક્ષે પોતાના ઘોષણાપત્રમાં જાહેર કર્યા હતાં.

જનતાદળ યુનાઇટેડ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ ખાતે જનતાદળ યુનાઇટેડ (JDU)એ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. 8મી નવેમ્બરના રોજ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતમાં યોજાનારી ચૂંટણીને ધ્યાને રાખી આયોજિત પત્રકાર પરિષદમાં JDUને સમર્થન આપનારા દાદરાનગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકર, JDUના પ્રદેશ અધ્યક્ષ ધર્મેશસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં નગરપાલિકાની ચૂંટણીનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. જેમાં સેલવાસ સ્માર્ટ સિટી માટે હાથ ધરાયેલી કામગીરીને સહયોગ, પાલિકાના પ્રમુખ સભ્યોને સાથે લીધા વિના જ દરેક નિર્ણયની પ્રશાસન દ્વારા કરાતી મનમાની સામે લોકોના હિતને સાચવવા, લોકોને પીવાનું પાણી પુરું પાડવું, શિક્ષણ, આરોગ્ય સહિતના કુલ 21 મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હોવાનું મોહન ડેલકરે જણાવ્યું હતું.

દાદરા નગર હવેલીમાં JDUએ નગરપાલિકા ચૂંટણી માટેનું ઘોષણાપત્ર જાહેર કર્યું
આરોગ્ય સહિતના કુલ 21 મુદ્દાઓની કામગીરી

મેનિફેસ્ટો જાહેર કરતી વખતે સાંસદ ડેલકરે વધુમાં જણાવ્યું હતું કે, JDU શાસિત નગરપાલિકામાં સૌ પ્રથમ જે હાઉસ ટેક્સ પ્રોપર્ટી ટેકસમાં વધારો કર્યો છે, તેમાં રાહત આપીશું, અમલદારશાહીનો અંત લાવી જનતાને તેમનો હક અને આત્મસન્માન અપાવીશું, પાલિકાના પ્રમુખ સહિતના જનપ્રતિનિધિઓ પાસેથી છીનવાયેલી સત્તા પરત અપાવીશું, જનતાને નડતી વીજળી, પાણી, આરોગ્ય, સ્વાસ્થ્યની સમસ્યાઓ હલ કરીશું, વીજદરમાં રાહત આપીશું, કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ, શિક્ષકોની નોકરી કાયમી કરવા પ્રયાસ કરીશું.

ભાજપ સેલવાસ સ્માર્ટ સિટીને લઈને જે મુદ્દાઓ પર પ્રચાર કરી રહ્યું છે. તે જ મુદ્દાને જાણે JDUએ હાઇજેક કરી લીધા હોય તેમ તેમણે જણાવ્યું હતું કે, તેમનો પક્ષ સેલવાસ સ્માર્ટ સિટીની યોજનાને પરિપૂર્ણ કરવામાં સહયોગ આપશે પરંતુ તેમાં પ્રશાસને મનમાનીના ધોરણે લોકોની દુકાન, ઘરને તોડી પાડવાની જે કામગીરી કરી છે. તેની સામે લોકોના સહયોગમાં આર્થિક નુકસાન ઓછું થાય તે મુજબ કામગીરી કરવામાં આવશે.

વડાપ્રધાન સ્વનિધી યોજનાને પ્રોત્સાહન

JDUએ પોતાના મેનિફેસ્ટોમાં વડાપ્રધાન સ્વનિધી યોજનાને પ્રોત્સાહન આપવા અને તે રાશિમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. તેમ જ દિલ્હીની તર્જ પર ગેરકાયદેસર ચાલીઓને કાયદેસર કરવામાં આવશે તેવું જાહેર કર્યું હતું.

જોકે દમણમાં નગરપાલિકા અને ગ્રામ પંચાયતમાં જે રીતે વોર્ડ, ગ્રામ પંચાયત સમરસ થઈ છે. તે મુજબ લોકો દાદરા નગર હવેલીમાં પણ ચૂંટણીને બદલે સહમતિથી સમરસ કરશે તો તે આવકારદાયક પગલું હોવાનું પણ મોહન ડેલકરે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details