વાપી નજીક પારડી તાલુકામાં આવેલ આસમાં ગામના મોરા ફળિયામાંથી પ્રસૃતાને હોસ્પિટલ લઈ જવાની વિનંતી કરતો ફોન આવ્યો હતો. સાંજના 4:15 કલાકે આવેેેલા આ ફોન બાદ પારડીમાં ફરજ બજાવતી 108ની ટીમ આસમાં મોરા ફળિયામાં પહોંચી હતી.
પારડીમાં 108માં જ પ્રસુતાએ આપ્યો તંદુરસ્ત બાળકીને જન્મ - In 108, lady birth to girl
વાપી: જીવનદાતા બનેલ 108માં મંગળવારે વધુ એક પ્રસુતાએ તંદુરસ્ત બાળકીને 108માં જ જન્મ આપ્યો હતો. પ્રસુતાની વધુ સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી. હાલ માતા અને નવજાત શિશુની હાલત એકદમ તંદુરસ્ત હોવાનું 108ની ટીમે જણાવ્યું હતું.
પ્રસૃતા સપનાબેન ધર્મેશ હળપતિને એમ્બ્યુલન્સમાં લઇ પારડી CHC હોસ્પિટલ તરફ રવાના થઈ હતી. જે દરમિયાન સપનાબેને ખુબ જ દુખાવો ઉપડતા તેને 108ના EMT પ્રશાંત બી પટેલને જણાવ્યું હતું. EMT પ્રશાંતે તરત જ પરિસ્થિતિ પામી જઇ પાઇલોટ સાગર પટેલને વાત કરી અને એમ્બ્યુલન્સને રસ્તાની કોરે ઉભી રાખવા જણાવ્યું હતું. જે બાદ એમ્બ્યુલન્સમાં જ સપનાબેનની ડિલિવરી કરવામાં આવી હતી.
આ સફળ ડિલિવરીમાં સપનાબેને એક કોમળ ફૂલ જેવી તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. વધુ સારવાર અર્થે પ્રસુતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 108 દિવસો દિવસ ઇમરજન્સી સારવાર ક્ષેત્રે સાચા અર્થમાં જીવન રક્ષક બની રહી છે.