ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણના દરિયામાં ડૂબી જવાથી યુવકનું મોત થતાં મૃતદેહની ચાર દિવસે થઈ ઓળખ - UP

દમણ: ગત રવિવારે નાની દમણના ડાભા શેરી ખાતે આવેલા દરિયામાં ન્હાવા પડેલા 40 વર્ષીય યુવક ડૂબી જતા તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવક મૃત્યુ પામ્યો હતો. આ મૃતક યુવકની ચાર દિવસ બાદ ઓળખ થતા મૃતદેહને તેના પરિવારજનોને સોંપ્યો હતો.

Daman

By

Published : Jul 17, 2019, 10:14 PM IST

શનિ-રવિની રજામાં મોટી સંખ્યામાં સહેલાણીઓ દમણ ખાતે ફરવા માટે આવતા હોય છે. જોકે, તેમને દરિયાની ભૌગોલિક સ્થિતિની જાણ ન હોવાથી ક્યારેક દરિયામાં ડૂબી જવાના બનાવો પણ નોંધાયા છે. આવા જ એક બનાવમાં એક 40 વર્ષીય યુવકનું રવિવારે દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. જેની ઓળખ થઈ શકી નહોતી. દમણ પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ લઈને યુવકની ઓળખ કરવા માટે મીડિયાના સહારે શોધ આદરી હતી.

દમણના દરિયા ડુબી જનાર યુવકની ચાર દિવસે થઈ ઓળખ

જ્યાર બાદ વાપીમાં રહેતા મૃતક યુવકની કોઈ સંબંધીએ અખબારમાં યુવકની તસ્વીર જોઈ હતી. જેના માધ્યમથી તેણે દમણ પોલીસ મથકે આવીને તપાસ કર્યા બાદ મૃતકની ઓળખ કરવામાં આવી હતી. મરનાર યુવકનું નામ મધુ હતું, અને તે મૂળ ઉત્તરપ્રદેશના બલરામપુર શહેરનો રહેવાસી હતો. પરિવારમાં તેને પત્ની સહીત બે પુત્રો છે. યુવક રોજી રોટી માટે સુરતની કોઈ કપડાંની દુકાનમાં નોકરી કરતો હતો. જ્યાંથી રવિવારની રજા માણવા માટે એકલો જ સુરતથી દમણ આવ્યો હતો. અગમ્ય કારણોસર દમણના દરિયામાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું.

મૃતકના પરિજનોને જાણ થતા તેઓ તરત જ ટ્રેન પકડીને બલરામપુરથી દમણ આવી પહોંચ્યા હતા. જ્યાં પોલીસે કાયદાકીય કાર્યવાહી કરીને મૃતક વ્યક્તિના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવીને તેમના પરિજનોને સોંપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details