- તૌકતે વાવાઝોડાએ હોમગાર્ડ જવાનનો ભોગ લીધો
- મોપેડ પર જતી વખતે તોતિંગ વૃક્ષ માથે પડ્યું
- વૃક્ષ નીચે દબાઈ જવાથી ઘટના સ્થળે જ મોત
દમણઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ તૌકતે વાવાઝોડાએ એક હોમગાર્ડનો ભોગ લીધો છે. વિષ્ણુ દેવરા નામનો હોમગાર્ડ પોતાની ફરજ પુરી કરી ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે ખરેડી ફાટક નજીક તેના પર ઝાડ તૂટી પડતા મોપેડ સાથે દબાઈ ગયો હતો અને મોતને ભેટ્યો હતો.
દાદરા નગર હવેલીમાં ભારે પવનના કારણે ઝાડ પડવાથી હોમગાર્ડનુ મોત આ પણ વાંચોઃતૌકતે વાવાઝોડાના કારણે 3નાં મોત, 1953 ગામોમાં વીજળી ગુલ,16,500 ઝૂંપડાને અસર
હોમગાર્ડ પર ખરેડી ફાટક પાસે તોતિંગ ઝાડ ધરાસાઈ થતા ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 17મેના રાત્રે 9ક્લાકની આસપાસ વિષ્ણુ દેવરા નામના 46 વર્ષીય હોમગાર્ડ પર ખરેડી ફાટક પાસે તોતિંગ ઝાડ ધરાસાઈ થતા ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. હોમગાર્ડ જવાનના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
ખરેડી ફાટક નજીક વૃક્ષ નીચે દબાઈ ગયા હતા
મળતી વિગતો મુજબ, હોમગાર્ડ વિષ્ણુ દેવરા સેલવાસમાં પોતાની ફરજ બજાવી મોપેડ પર પરત પોતાના ગામ દૂધની જઈ રહ્યા હતા. ત્યારે તૌકતે વાવાઝોડાના કારણે વરસી રહેલા ભારે વરસાદ અને પવનથી ખરેડી ફાટક નજીક અચાનક એક તોતિંગ વૃક્ષ તુટી પડ્યું હતું.
દાદરા નગર હવેલીમાં ભારે પવનના કારણે ઝાડ પડવાથી હોમગાર્ડનુ મોત આ પણ વાંચોઃનિસર્ગ વાવાઝોડાના કારણે થયેલા મોત મામલે મૃતકની પુત્રીને સહાય ચેક અર્પણ
ઘટનાની જાણ આસપાસના લોકોને અને ફોરેસ્ટ, ફાયર, પોલીસને થતા તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી
વૃક્ષ તૂટી પડતા વિષ્ણુ દેવરા મોપેડ સાથે જ ઝાડ નીચે દબાઈ ગયા હતા. તેના કારણે તેઓનુ ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ. ઘટનાની જાણ આસપાસના લોકોને અને ફોરેસ્ટ, ફાયર, પોલીસને થતા તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઝાડને હટાવી મૃતક વિષ્ણુ દેવરાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. વિષ્ણુ દેવરાના મોતની ખબર તેમના ગામ અને આસપાસના વિસ્તારમાં થતા લોકોમાં અરેરાટી ફેલાઈ હતી.