ગુજરાત

gujarat

ETV Bharat / state

2 મહિના બાદ દમણ-દીવ વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ - પ્રથમ દિવસે એક પેસેન્જર મળ્યો

કોરોનાની મહામારીમાં હાલ દમણ અને દીવ વચ્ચે પવનહંસ હેલિકોપ્ટર સેવાનો શનિવારે પ્રારંભ થયો હતો. જેમાં 2 મહિના બાદ પ્રથમ હેલિકોપ્ટર એક પેસેન્જરને લઈને દીવ પહોંચ્યું હતું. જ્યાંથી પરત કોઈ પેસેન્જર નહિ મળતા ખાલી ઉડાન ભરી પરત આવ્યું હતું.

2 મહિના બાદ દમણ-દીવ વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ, પ્રથમ દિવસે એક પેસેન્જર મળ્યો
2 મહિના બાદ દમણ-દીવ વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ, પ્રથમ દિવસે એક પેસેન્જર મળ્યો

By

Published : Jun 1, 2020, 1:27 AM IST

દમણ : દમણ અને દીવ વચ્ચે પવનહંસ હેલિકોપ્ટર સેવાનો શનિવારે પ્રારંભ થયો હતો. કોરોનાની મહામારી અને લોકડાઉનના 2 મહિના બાદ પ્રથમ હેલિકોપ્ટર એક પેસેન્જરને લઈને દીવ પહોંચ્યું હતું. જ્યાંથી પરત કોઈ પેસેન્જર નહિ મળતા ખાલી ઉડાન ભરી પરત આવ્યું હતું.

દમણ અને દીવ વચ્ચે પવનહંસ હેલિકોપ્ટર સર્વિસ દ્વારા શરૂ કરાયેલી હેલિકોપ્ટર સેવા લોકડાઉનના 2 મહિના સુધી સ્થગિત રહ્યા બાદ ભારત સરકારના ઉડયન મંત્રાલય દ્વારા ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરવાની મંજૂરી આપતા શનિવારે દમણ અને દીવ વચ્ચે હેલિકોપ્ટર સેવાનો પણ પૂન: પ્રારંભ થયો હતો. જો કે, પ્રથમ દિવસે દીવ માટે માત્ર એક જ પેસેન્જર મળતા એક પેસેન્જરને લઈને હેલિકોપ્ટર દીવ પહોંચ્યું હતું અને દિવથી કોઈ પેસેન્જર નહિ મળતા ખાલી ઉડાન ભરી પરત ફર્યું હતું.

આ અંગે દમણથી દીવ સુધી એક જ પ્રવાસી તરીકે સફર કરનાર અમિત અપારનાથીએ ખુશી વ્યક્ત કરતા પ્રશાસનનો આભાર માન્યો હતો અને સેનેટાઇઝ સહિત સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણ પાલન થતું હોવાનું જણાવ્યું હતું. હેલિકોપ્ટરમાં બેસતી વખતે પ્રવાસીઓના શરીરનું તાપમાન ચેક કરવામાં આવે છે અને તેમના સમગ્ર સામાનને પણ સેનીટાઇઝર કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details