બદલાતા સમય પ્રમાણે હવે કાવડયાત્રા ડીજેના તાલે યોજાતી થઈ છે. જેમાં તમામ ડીજેના તાલે વાગતા ભગવાન શિવના ભજનો સાથે નાચતા પસાર થાય છે. કાવડ યાત્રાનો ઇતિહાસ શું છે? અને સૌ પ્રથમ કાવડીયા કોણ હતા? તે અંગે અલગ-અલગ સ્થાનોથી જુદી-જુદી માન્યતા પ્રવર્તે છે.
જે માન્યતા મુજબ ભગવાન રામ પ્રથમ કાવડીયા હતા. જેમણે બિહારના સુલતાનગંજથી કાવડમાં ગંગાજળ ભરીને બાબા ધામમાં શિવલિંગ પર અભિષેક કર્યો હતો. કેટલાક પુરાણોની વિગતો પ્રમાણે શિવભક્ત રાવણે પણ કાવડ યાત્રા કરી છે. સમુદ્ર મંથનમાંથી નીકળેલા વિષને પીવાથી ભગવાન શિવનું ગળું નીલા રંગનું થઇ ગયું હતું. અને તે નીલકંઠ કહેવાયા, પરંતુ તેની અસરે ભગવાન શિવ પર નકારાત્મક અસર પડી આ અસરમાંથી મુક્ત થવા તેમણે પરમ ભક્ત રાવણને યાદ કર્યો હતો. રાવણે કાવડમાં જળ ભરીને મહાદેવ મંદિરમાં શિવજી પર જળ અભિષેક કર્યો હતો. કાવડયાત્રાની પરંપરા શરૂ થઈ છે તેમ મનાય છે. તો દેવતાઓએ પણ શિવને ઝેરની અસરમાંથી મુક્ત કરવા પવિત્ર નદીઓનું શીતળ જળ ચઢાવ્યું હતું.