ગુજરાત

gujarat

ETV Bharat / state

Daman Monsoon Update: દમણમાં વરસાદને કારણે અનેક સ્થળે તોતિંગ ઝાડ અને પોલ ધરાશાયી - Daman rain update

સંઘપ્રદેશ દમણમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘો મહેરબાન થતા ભારે વરસાદ નોંધાયો છે. દમણમાં અત્યાર સુધીમાં સિઝનનો 35 ટકા જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે ભારે પવન અને ગાજવીજ સાથે વરસતો વરસાદ આફત પણ લઈને લાવ્યો છે. પંથકમાં અનેક સ્થળોએ પાણી ભરાવાના અને વૃક્ષો ધરાશાયી થવાના બનાવો નોંધાયા છે.

દમણ
દમણ

By

Published : Jul 20, 2021, 5:58 PM IST

  • દમણમાં વરસાદને કારણે ઝાડ ધરાશાયી
  • પોલ પર ઝાડ પડતા માર્ગ અવરોધાયો
  • 3 દિવસથી સતત વરસી રહ્યો છે વરસાદ

દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 3 દિવસથી મહેરબાન થયેલા મેઘરાજા સાથે આફતને પણ લઈને આવ્યાં છે. ભારે પવન સાથે વરસતા વરસાદમાં પાણી ભરાવાના અને વૃક્ષો ધરાશાયી થવાના બનાવો નોંધાયા છે. સોમવારે રાત્રે દમણમાં વરસાદી માહોલ સાથે ભારે પવનને કારણે સાંજ પારડી વિસ્તારમાં મરવડ હોસ્પિટલ નજીક એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું.

આ પણ વાંચો: સુરત City light area માં વૃક્ષ ધરાશાયી થતાં એક સાથે પાંચ ગાડીઓ વૃક્ષ નીચે દબાઈ

વૃક્ષ સાથે વીજપોલ પણ ધરાશાયી

વૃક્ષની નજીકથી જ વીજલાઇન પણ પસાર થતી હોય વૃક્ષ સાથે વીજપોલ પણ ધરાશાયી થયો હતો. વૃક્ષ વીજપોલ પર પડવા છતાં વીજ પ્રવાહ અવિરત ચાલુ રહ્યો હતો. વીજપોલ પર લાગેલી સ્ટ્રીટ લાઈટ પણ ઓન જ રહી હતી. વૃક્ષ તૂટી પડવાને કારણે સાંજપારડીથી અગાશી માતાના મંદિર સુધીનો રસ્તો બ્લોક થઇ ગયો હતો.

દમણમાં ભારે વરસાદ

એરપોર્ટ રોડ પર પણ પવન અને વરસાદથી વિશાળ ઝાડ ધરાશાયી

ઝાડ પડવાની ઘટના બાદ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વૃક્ષને સ્થળ પરથી હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ દમણના એરપોર્ટ રોડ પર પણ પવન અને વરસાદથી વિશાળ ઝાડ ધરાશાયી થતાં વાહન વ્યવહાર અટકી ગયો હતો. જેને પણ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાત્રી સમયે ઝાડ સાથે લાઈટ પોલ પણ ધરાશાયી

આ પણ વાંચો: વાવાઝોડામાં ધરાશાયી થયેલા વૃક્ષોને ફરી જીવંત કરવાની રીત

વહીવટીતંત્ર, ફાયર અને GEBનો સ્ટાફ સતત દોડતો રહ્યો છે

દમણમાં 3 દિવસથી ખૂબ જ સારો વરસાદ વરસ્યો છે. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે અનેક નીચાણવાળા વિસ્તારો પોતાનો પરચો બતાવતા ઠેરઠેર પાણી ભરવાના બનાવો બન્યા છે. એ ઉપરાંત ઝાડ પડવાના અને પોલ ધરાશાયી થવાના બનાવો બનતા વહીવટીતંત્ર, ફાયર અને GEB નો સ્ટાફ સતત દોડતો રહ્યો છે. શહેરીજનો પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details