રવિવારે વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદમાં મોટાપાયે જાનમાલની નુકસાન પહોંચ્યું હતુ. જિલ્લામાં ભારે વરસાદને પગલે વડોદરાથી NDRFની ટીમને પણ ખડેપગે રાખવામાં આવી હતી.
વાપી નજીક સલવાવ ગામે કોલક નદીનું પાણી ગામના ઘુરિયા કાંકરેજ ફળીયામાં ઘુસી આવતા 15 લોકો ફસાયા હતાં. જેઓને NDRF ની ટીમે રેસ્ક્યુ કર્યા હતા.
વાપીમાં સિઝનનો સોથી વધુ 46 ઇંચ વરસાદ, વાપીમાં વરસેલા વરસાદની વાત કરીએ તો હાલ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાપીમાં પડ્યો છે. વાપીમાં ફ્લડ કન્ટ્રોલ રૂમના આંકડા મુજબ અત્યાર સુધીમાં 46 ઇંચ વરસાદ વરસ્યો છે અને અડધી સદી પુરી કરવા માટે 4 ઇંચની જરૂર છે.
સલવાવ ગામે 15 લોકોનું દિલધડક રેસ્ક્યુ વલસાડ જિલ્લામાં કુલ વરસાદની વાત કરીએ તો ઉમરગામ તાલુકામાં 40 ઇંચ, કપરાડા તાલુકામાં 40 ઇંચ, ધરમપુર તાલુકામાં 32 ઇંચ, પારડી તાલુકામાં 32 ઇંચ, અને વલસાડ તાલુકામાં 35 ઇંચ કુલ સિઝનનો વરસાદ નોંધાયો છે.
સલવાવ ગામે 15 લોકોનું દિલધડક રેસ્ક્યુ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 40 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દમણમાં આ અંગેના કોઈ ચોક્કસ વરસાદી આંકડાની નોંધ કંટ્રોલ રૂમ માં કરવામાં આવતી ન હોય માત્ર આજના દિવસનો 38.4 mm વરસાદનો આંકડો મળ્યો હતો.
સલવાવ ગામે 15 લોકોનું દિલધડક રેસ્ક્યુ