- આત્મનિર્ભર રોજગાર યોજના સેમિનાર
- SIAના સભ્યોને અપાયું માર્ગદર્શન
- PF કમિશનરે આપ્યું માર્ગદર્શન
વાપી : માર્ગદર્શન સેમિનારમાં ઉપસ્થિત પ્રાદેશિક PF કચેરી વાપીના કમિશનર શેખર કુમાર, વિનાયક સાલ્વે, આસિસ્ટન્ટ કમિશનર ઉપેન્દ્ર કુમાર ઉપસ્થિત ઉદ્યોગકારોને આત્મનિર્ભર રોજગાર યોજના શું છે ? તેના કારણે કામદારો અને ઉદ્યોગકારોને કેવા ફાયદા થઈ શકે છે ? દેશમાં કઈ રીતે રોજગારીની નવી તકો ઉપલબ્ધ કરી શકાય છે. તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉદ્યોગોમાં કઈ રીતે આત્મનિર્ભર બની શકાય
સેમિનારમાં દેશમાં હાલના ઉદ્યોગોમાં કઈ રીતે આત્મનિર્ભર બની શકાય?, કામદારોમાં રહેલી કુશળતાને કઈ રીતે બહાર લાવી શકાય ?, તેમને મળતી રોજગારીમાં, પ્રોવિડન્ટ ફંડમાં કઈ રીતે ઉદ્યોગકારો સહકાર આપી શકે ? તે અંગે અન્ય સેક્ટરના અને ઉદ્યોગોના ઉદાહરણો ટાંકી છણાવટ સાથેની વિગતો પુરી પાડી હતી.
સરીગામના ઉદ્યોગકારોને આત્મનિર્ભર રોજગાર યોજના અંગે અપાયું માર્ગદર્શન ઉદ્યોગકારો રહ્યા ઉપસ્થિત
આત્મનિર્ભર રોજગાર યોજના સેમિનારમાં SIAના પ્રમુખ વી.ડી. સિવદાસન, ex-officio શિરિષ દેસાઈ, માનદ મંત્રી શમીમ રિઝવી તેમજ અન્ય અગ્રણી ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આત્મનિર્ભર રોજગાર યોજના અંગેનું માર્ગદર્શન મેળવી તે અંગે પ્રયાસો કરવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.