ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણ સરકારી કોલેજમાં GSની ચૂંટણી મામલે રાજકારણ ગરમાયું - ABVP

દમણ: શહેરના સરકારી કોલેજમાં હાલ નવા GS જનરલ સેક્રેટરી અને CR કલાસ રીપ્રેઝન્ટેટિવની ચૂંટણી યોજાવાની છે. જેમાં કુલ 32 વિદ્યાર્થીઓએ અલગ અલગ પદ માટે ફોર્મ ભર્યા છે. પણ દર વખતની જેમ આ વખતે પણ કોલેજમાં કથિત રાજકારણે પગ પેસારો કરતા કોલેજના વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. એક તરફ ABVP કાર્યકરોએ દમણ પોલીસ સ્ટેશનમાં 4 થી 5 યુવકો વિરૂદ્ધ ધાકધમકી અને અપહરણની ફરિયાદ નોંધાવી સાંસદ અને તેમના પરિવાર પર ગંભીર આક્ષેપો ઉચ્ચારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

Latest news of Daman

By

Published : Oct 10, 2019, 8:23 PM IST

ધાક ધમકી આપવાની આ ઘટનામાં જેમના પર આક્ષેપો કરવામાં આવ્યા છે. તે શિવમ પટેલની પેનલે જણાવ્યું હતું કે, સમગ્ર મામલામાં તેઓ પોતે પણ ABVPના કાર્યકરો છે અને તે કાર્યકરના નાતે તેમણે CRની ટીકીટની માંગ કરી હતી.પરંતુ ABVPના કન્વીનર મેહુલ પટેલ નાની દમણ અને મોટી દમણના વિદ્યાર્થીઓ વચ્ચે ભાગલા પડાવવા માંગતા હોય તેમણે ટીકીટ ના આપતા અમે અલગ પેનલ રચી છે.

દમણ સરકારી કોલેજમાં GSની ચૂંટણી મામલે રાજકારણ ગરમાયું

હાલ આ સમગ્ર મામલે ધાક ધમકીના આક્ષેપો કરનારા અને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરનાર AVBPના પ્રાંત સહપ્રધાન યુતિ પ્રદીપ ગજરે, નવસારી વિભાગના સંયોજક હર્ષિત દેસાઈ હવે મીડિયાથી ભાગતા ફરી રહ્યા છે. સમગ્ર મામલે મોટા ઉપાડે સાંસદ પરિવાર પર આક્ષેપો કર્યા બાદ હવે આ મામલે કંઈપણ કહેવા કેમેરા સામે તૈયાર નથી અને વલસાડના ABVPના સંયોજક કમેરા સામે બોલશે તેવું કહી ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું છે. જે જોતા કદાચ ક્યાંક ને ક્યાંક GSની ચૂંટણીમાં ABVPએ જ હારની બીકે આ રાજકારણ રમ્યા હોવાનું કોલેજના અન્ય વિદ્યાર્થીઓમાં ચર્ચાઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details