ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણ લોકસભા બેઠક પર ભાજપના લાલુભાઈ પટેલની હેટ્રિક જીત

દમણઃ દમણમાં લોકસભા ચૂંટણીની આજે યોજાયેલ મતગણતરીમાં દમણના વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલ 9889 મતોથી વિજેતા બનતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ પ્રવર્ત્યો છે. દમણમાં કુલ ચાર ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી ભાજપના લાલુભાઈ પટેલને 37332 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના કેતન પટેલને 27443 મત મળ્યા હતા. જ્યારે જેના માટે ડાર્ક હોર્સ સાબિત થવાની લોકોને ધારણા હતી તે અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલને 19758 મત મળ્યા હતાં.

hs

By

Published : May 23, 2019, 5:36 PM IST

દમણમાં લોકસભા ચૂંટણી શરૂઆતથી જ રસાકસી ભરી રહી હતી. જે મતગણતરીના દિવસે પણ જોવા મળી હતી. એક તબક્કે ભાજપના લાલુભાઈ પટેલથી કેતન પટેલ આગળ રહ્યા હતા અને કોંગ્રેસી કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ તે બાદ અચાનક જ બાજી પલ્ટી હતી અને ભાજપના લાલુભાઈ કેતન પટેલથી આગળ નીકળી ગયા હતા. આખરે ભાજપના લાલુભાઈ પટેલ 9889 મતથી આગળ રહી દમણમાં હેટ્રિક નોંધાવી છે. દમણમાં ક્યારેક ત્રીજીવાર કોઈ ઉમેદવાર જીતતો નથી તે વાયકાને ખોટી સાબિત કરી હતી. કારણ કે લાલુભાઈએ સતત ત્રીજી વખત આ બેઠક પર વિજય મેળવ્યો છે.

દમણ દીવમાં લાલુભાઈ પટેલ વિજય બનતા ભાજપના કાર્યકર્તા ગેલમાં આવી ગયા હતા અને ફટાકડા ફોડી સરઘસ કાઢી વિજયની ઉજવણી કરી હતી. ભાજપ કાર્યકરોએ એકબીજા ના મોઢુ મીંઠું કરાવી વિજયની ઉજવણી કરી હતી. આ જીત અંગે લાલુભાઈ પટેલે પોતાની જીતને દમણની જનતાની જીત અને પોતાની હેટ્રિક એ દમણની જનતાની હેટ્રિક ગણાવી હતી.

ABOUT THE AUTHOR

...view details