સરીગામ ગ્રામપંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદ્દે હોબાળો થયો - latest news in valsad
વલસાડ જિલ્લાની સરીગામ ગ્રામપંચાયતમાં શુક્રવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15માં નાણાપંચની ગ્રાન્ટનું આયોજન સહિત વિવિધ મુદ્દા પર ચર્ચા વિચારણાઓ થઈ હતી. બાંધકામ પરવાનગી, તલાટી ગેરહાજર જેવા મુદ્દે સભા ગરમાઈ હતી. તો, સભાનું કવરેજ કરવા ગયેલા સ્થાનિક પત્રકારોને ઇન્ચાર્જ સરપંચે બહાર જવાનું કહેતા પત્રકારોમાં નારાજગી વ્યાપી હતી.
![સરીગામ ગ્રામપંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદ્દે હોબાળો થયો સરીગામ ગ્રામપંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદ્દે ગરમાવો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7312369-thumbnail-3x2-sari.jpg)
સરીગામ ગ્રામપંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદ્દે ગરમાવો
વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ વસ્તી અને રેવન્યુ ધરાવતી તેમ છતાં હંમેશા વાદ વિવાદના કારણે ચર્ચામાં રહેતી સરીગામ ગ્રામપંચાયતમાં બિલ્ડિંગના બાંધકામ, આકારણી મુદ્દો છેલ્લા કેટલાક સમયથી ગરમાયેલો છે. સરીગામની ગ્રામ સભા હોય કે પછી સામાન્ય સભા હંમેશા ગરમાટો છવાયલો જ રહે છે. શુક્રવારે ઇન્ચાર્જ સરપંચ પંકજ રાયની અધ્યક્ષતામાં પંચાયતના સભ્યો અને તલાટીની ઉપસ્થિતિમાં મળેલી સભામાં પણ બિલ્ડિંગના બાંધકામ અને આકારણીના મુદ્દે તથા તલાટીની ગેરહાજરીના મુદ્દે ગરમાટો છવાયેલો રહ્યો હતો.
સરીગામ ગ્રામપંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદ્દે ગરમાવો