ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં શરદ પૂનમની રાત્રે દૂધ પૌવા સાથે બોલી ગરબાની રમઝટ - vapi navratri

વાપી:  વલસાડ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણમાં શરદ પૂનમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે વિવિધ સોસાયટીમાં વિવિધ સમાજ દ્વારા રાસ-ગરબા સાથે દૂધ-પૌવા આરોગવાના આયોજનો થયા હતાં. જેમાં ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ સાથે દુધ-પૌવાનો પ્રસાદ અને સ્વરૂચી ભોજનનો આનંદ માણ્યો હતો.

વાપીમાં શરદ પૂનમની રાત્રે દૂધ પૌવા સાથે બોલી ગરબાની રમઝટ

By

Published : Oct 14, 2019, 3:45 AM IST

શરદ પૂનમના દિવસે ખીર કે દૂધ પૌવાને આછું કપડું અથવા જાળી ઢાંકી રાત્રે 12 વાગ્યા બાદ આરોગવાથી અનેક ગુણકારી લાભ થતા હોવાનું મહત્વ છે. આ દિવસે વિવિધ શહેરોમાં રાસ-ગરબાનુ આયોજન કરવામાં આવે છે. જેમાં સમાજના કે સોસાયટીઓ-શેરીઓના લોકો ગરબે રમી સાગમટે દૂધ પૌવા કે ખીરનો પ્રસાદ ગ્રહણ કરે છે. વલસાડ જિલ્લામાં પણ વાપી સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણમાં ઉત્સાહભેર શરદ પૂનમની અજવાળી રાતની ઉજવણી કરવામાં આવી હતી.

વાપીમાં શરદ પૂનમની રાત્રે દૂધ પૌવા સાથે બોલી ગરબાની રમઝટ

વાપીમાં વસતા બ્રહ્મક્ષત્રિય સમાજ દ્વારા માનવ કલ્યાણ હોલમાં શરદ પૂનમની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ ક્ષત્રિય સમાજના વડીલો, યુવાનો, મહિલાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યાર બાદ દૂધ પૌવાનો પ્રસાદ અને સ્વરૂચી ભોજનનો આનંદ માણી એક સમાજ એક પરિવારની ભાવના પ્રગટ કરી હતી.

આ પ્રસંગે સમાજના વડીલ હેમંત ખોડીદાસ મેરે જણાવ્યું હતું કે તેમના સમાજ દ્વારા દર વર્ષે વિવિધ સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાસ-ગરબા-દૂધ-પૌવા અને સ્વરૂચી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઉત્સાહભેર પરિવાર સાથે આવેલ અંકિતા દિવેચા, ટ્વીન્કલ ચુડગરે જણાવ્યું હતું. કે આયોજન ખૂબ સરસ છે. અમેં ગરબે રમ્યા હતાં. જે બાદ ચંદ્રમાની શીતળ છાયામાં દૂધ પૌવાનો પ્રસાદ આરોગ્યો હતો. આ રીતે સમાજના તમામ લોકો એક જ સ્થળે ઉપસ્થિત રહી એક સમાજ એક પરિવારની ભાવના પ્રગટ કરીએ છીએ અને ખૂબ આનંદ સાથે શરદ પૂર્ણિમાની ઉજવણી કરીએ છીએ.

શરદ પૂર્ણિમાએ વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણની વિવિધ સોસાયટીઓ, શેરીઓમાં ગરબાની રમઝટ જામી હતી. જેની સાથે તમામે દૂધ-પૌવાનો આનંદ ઉઠાવ્યો હતો. તો, કેટલાક પરિવારોએ પોતાના ઘરે જ ધાબા પર ખીર-દૂધ પૌવાને આછા કપડાથી અથવા ઝીણી જાળીથી ઢાંકીને તેના પર ચંદ્રના કિરણો પડવા દીધા બાદ રાત્રે 12 વાગ્યા પછી લિજ્જતદાર ટેસ્ટ સાથે આરોગી તેના ગુણકારી લાભ મેળવ્યાનો એહસાસ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details