ગુજરાત

gujarat

ETV Bharat / state

સેવાભાવી સંસ્થા દ્વારા જાહેરાત, પ્રદુષણ ફેલાવતા ઇસમોને પકડો ને મેળવો 11000નું ઇનામ - Young People

ઉમરગામ: તાલુકાના દરિયા કાંઠો પ્લાસ્ટિક સહિતના કુડા કચરાથી પ્રદુષિત થતાં માછીમારોનું ઉત્પાદન ઘટ્યું છે. દરિયા કિનારે થતાં પ્રદુષણને અટકાવવા એક સેવાભાવી સંસ્થાએ જાહેરાત કરી છે કે, પ્રદુષણ ફેલાવનારને જે પકડી પાડશે તેને 11000 નું ઇનામ આપવામાં આવશે.

સેવાભાવી સંસ્થાએ દ્વારા જાહેરાત, પ્રદુષણ ફેલાવતા ઇસમોને પકડોને પામો 11000નું ઇનામ

By

Published : Jun 29, 2019, 2:16 AM IST

ઉમરગામ નારગોલ વિસ્તારમાં દરિયાકાંઠા પર પ્રદૂષણની માત્રા વધી છે. વધતા પ્રદુષણને છેલ્લા 15 દિવસથી સ્થાનિક માછીમારો સાફ કરી રહ્યા છે. જેમાં મળતી વિગત મુજબ, 15 દિવસ પહેલા બંને વિસ્તારના દરિયાકિનારાની વચ્ચે આવેલ વારોલી ખાડીમા કોઈ ગંદો કચરો ઠાલવી ગયું છે.

સેવાભાવી સંસ્થા દ્વારા જાહેરાત, પ્રદુષણ ફેલાવતા ઇસમોને પકડો ને મેળવો 11000નું ઇનામ

આ કચરાથી નારગોલ ઉમરગામ, ખતલવાડ, ઝાઇ વગેરે વિસ્તારના માછીમારોને ભારે નુકશાન થઈ રહ્યું છે. તેમજ પ્રવાસીઓ તથા સવારે મોર્નિંગ વોક કરનારાઓ માટે હાનિકારક બની રહ્યું છે.આ કુડા કચરા સહિતના પ્રદૂષણનું નારગોલ બંદરના માછીમાર નવયુવાનોએ નોંધ લઇ સફાઈ અભિયાન શરૂ કર્યું છે.

છેલ્લા 1 અઠવાડિયાથી સતત આ સફાઈ કામગીરી કરી રહ્યા છે. જેની મુલાકાત નારગોલની સેવાભાવી સમભાવના મંડળે લીધી હતી. આ રીતે સાગરતટને પ્રદુષિત કરનારાં ઈસમોને પકડવા માટે ₹ 11000/-નાં ઇનામની જાહેરાત કરી છે. જે માટે હેલ્પલાઇન નંબર 98252 89862 , 97263 60228 પર જાણકારી આપવા વિનંતી કરી છે. સંસ્થાએ આ અંગેની નકલ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ, સરીગામ, મરીન પોલીસ સ્ટેશન નારગોલને પણ સુપ્રત કરી છે.

સેવાભાવી સંસ્થા દ્વારા જાહેરાત, પ્રદુષણ ફેલાવતા ઇસમોને પકડો ને મેળવો 11000નું ઇનામ

ઉલ્લેખનીય છે કે, ઉમરગામ નારગોલ વિસ્તારના દરિયા કિનારે મહત્તમ માછીમારોની વસ્તી છે. માછીમારી એ જ એમનો મુખ્ય વ્યવસાય છે. એ ઉપરાંત આ તટ રમણીય પ્રવાસન સ્થળ તરીકે પણ લોકપ્રિય હોય તેને પ્રદૂષણનું ગ્રહણ ન નડે તે માટે ગામલોકોએ અને સ્થાનિક સંસ્થાઓએ આ બીડું ઝડપ્યું છે.

સેવાભાવી સંસ્થા દ્વારા જાહેરાત, પ્રદુષણ ફેલાવતા ઇસમોને પકડો ને મેળવો 11000નું ઇનામ

ABOUT THE AUTHOR

...view details