ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણના માજી કોંગ્રેસ સાંસદ ડાહ્યાભાઈ પટેલનું કોરોનાથી નિધન - corona case

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવના માજી કોંગ્રેસ સાંસદ ડાહ્યાભાઈ પટેલનું સોમવારે નિધન થતા પ્રદેશમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ડાહ્યાભાઈ પટેલ કોરોનાથી સંક્રમિત થયા હતા. મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમની તબિયતમાં કોઈ સુધારો નહિ થતા સોમવારે વહેલી સવારે તેમનું નિધન થયું હતું.

દમણના માજી કોંગ્રેસ સાંસદ ડાહ્યાભાઈ પટેલનું કોરોનાથી નિધન
દમણના માજી કોંગ્રેસ સાંસદ ડાહ્યાભાઈ પટેલનું કોરોનાથી નિધન

By

Published : May 3, 2021, 2:30 PM IST

  • મુંબઈમાં કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું
  • દમણ-દીવમાં શોકનું મોજું પ્રસર્યું
  • ડાહ્યાભાઈ પટેલ દમણ-દીવના પીઢ કોંગ્રેસી નેતા હતા

દમણઃ દમણના પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલને કોરોના કાળે ભરખી લીધા હતા. ડાહ્યાભાઈ દમણના 2 ટર્મના પૂર્વ કોંગ્રેસ સાંસદ હતા. જેના નિધનથી પ્રદેશમાં શોકનુ મોજું પ્રસર્યું છે.

આ પણ વાંચોઃડીસા મામલતદારનું કોરોનાથી મોત, 20 દિવસથી હતા એડમિટ

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના ડાભેલ ગામે રહેતા પૂર્વ કોંગ્રેસ સાંસદ ડાહ્યાભાઈ પટેલનું સવારે મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું હતું. ડાહ્યાભાઈ પટેલને કોરોના પોઝિટિવ આવ્યા બાદ, કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સોમવારે સવારે 6 ક્લાકે મુંબઈમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.

સરપંચથી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી

ડાહ્યાભાઈ પટેલ દમણ-દીવના પીઢ કોંગ્રેસી નેતા હતા. કોંગ્રેસ પક્ષમાં રહી તેઓ 2 વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 1999 અને વર્ષ 2004માં તેઓ લોકસભામાં સાંસદ બન્યા હતા. એ પહેલા તેઓ ગામના સરપંચ અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ બન્યા હતા.

તેમના પત્નિ ડાભેલ ગ્રામ પંચાયતમાં સરપંચ રહી ચૂક્યા છે

ડાહ્યાભાઇ પટેલના નિધન બાદ દમણ અને દીવમાં શોકનું મોજું પ્રસર્યું હતું. ડાહ્યાભાઈ પટેલના પરિવારમાં તેમના પત્નિ, 2 પુત્રો અને એક પુત્રી છે. તેમના પત્નિ ડાભેલ ગ્રામ પંચાયતમાં સરપંચ રહી ચૂક્યા છે. જ્યારે બન્ને પુત્રો પણ રાજકારણમાં છે.

આ પણ વાંચોઃહરખનો પ્રસંગ માતમમાં ફેરવાયો, પીઠીના દિવસે જ નર્સનું કોરોનાથી મોત

કોંગ્રેસ-ભાજપના દિગ્ગજ નેતાઓએ પરિવારને સાંત્વના પાઠવી

તેમનો મોટો પુત્ર કેતન પટેલ પણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી 2 ટર્મમાં સાંસદની ચૂંટણી લડી ચૂક્યા છે. બન્ને વખત તેનો ભાજપ સામે પરાજય થયો હતો. જીગ્નેશ પટેલ હાલ ભાજપમાં સક્રિય કાર્યકર છે. ડાહ્યાભાઈનો પરિવાર વર્ષોથી રાજકીય ક્ષેત્રે સંકળાયેલો હોવાથી કોંગ્રેસ-ભાજપના દિગ્ગજ નેતાઓએ અને કાર્યકરોએ તેમના પરિવારને સાંત્વના પાઠવી ડાહ્યાભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ABOUT THE AUTHOR

...view details