દમણ: આ અંગે મળતી માહીતી મુજબ દમણની હોટેલ સિલ્વર લીફ રિસોર્ટના 4 લોકોને કોરોના વાઇરસના શંકાના આધારે મરવડ હોસ્પિટલમાં કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. ચારેય વ્યક્તિઓ 15 માર્ચે દિલ્હીના હજરત નિજામુદ્દીન સ્ટેશનેથી ઓગસ્ટ ક્રાંતિમાં વાપી રેલવે સ્ટેશને આવ્યા હતા. વાપી આવ્યા બાદ આ લોકો ત્યાંથી દમણ આવ્યાં હતાં.
નિજામુદ્દીનથી આવેલા 4 લોકોને દમણની હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન કરાયા - fore people of daman quarantine
કોરોનાના કહેર વચ્ચે દમણમાં ચાર વ્યક્તિઓને શંકાના આધારે દમણની મરવડ હોસ્પિટલમાં 14 દિવસ માટે કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. ચારેય વ્યક્તિઓ 15 માર્ચના રોજ દિલ્હીના હજરત નિજામુદ્દીન સ્ટેશનથી ઓગસ્ટ ક્રાંતિમાં વાપી રેલવે સ્ટેશને ઉતરી ત્યાંથી દમણ આવ્યા હતાં.

નિજામુદ્દીનથી આવેલા 4 લોકોને દમણની હોસ્પિટલમાં કોરોન્ટાઇન કરાયા
આ લોકો તે બાદ દમણમાં જ રહેતા હતા અને હોટલ સિલ્વર લિફમાં નોકરી પર આવ્યા હતા. હાલમાં આ તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, આ 4 લોકોમાં કોરોનાના કોઈ જ લક્ષણો જોવા મળ્યા નથી. જોકે તેમ છતાં સાવચેતી રૂપે તેમના રિપોર્ટ લેબમાં મોકલવામાં આવ્યાં છે, જે પણ 48 કલાકમાં આવી જશે. અત્યાર સુધીમાં દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નથી આવ્યો.