ઉમરગામ તાલુકાના સરીગામ GIDC નજીક ગામ વિસ્તારમાં આવેલ એન.આર અગ્રવાલ કંપનીમાં સાંજે 6 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. NR અગ્રવાલ કંપનીના ડ્રાય ઈન્સ્ટ્રુમેન્ટ પ્રોડક્ટ વિભાગ, મટિરિયલ વિભાગમાં રાખેલા કેમિકલ પાવડરમાં આગ લાગી હતી. અને પાઉડર કેમિકલમાં અચાનક આગ લાગતા કંપનીમાં ધુમાડાના ગોટેગોટા ફરી વળતા અંદર કામ કરતા કામદારોને ગુંગળામણ અને આંખમાં બળતરા પામતા કંપનીમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
વલસાડની NR અગ્રવાલ કંપનીમાં આગ અને ગેસની ગળતરથી અફરાતફરી - GAS FIRE
વલસાડઃ સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી NR અગ્રવાલ કંપનીમાં આગ લાગવાની ઘટના સાથે અચાનક ધુમાડા સાથે ગેસ ગળતર જેવી ઘટના બનતા કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ભારે મહેનત બાદ સ્થિતિ નિયંત્રણમાં લાવી દેતા કામદારો, સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ ઘુમડાની અસરને કારણે કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની હોય એવો માહોલ સર્જાયો હતો, ત્યાર બાદ કંપનીના સંચાલકોએ ફાયર વિભાગને જાણ કરી કામદારો અને કર્મચારીઓને સહીસલામત કંપનીની બહાર લઈ જવાય હતા. NR અગ્રવાલ કંપનીનો ફાઇર કોલ આવતા સરીગામ ફાયર જવાનો તથા ફાયર બોલ સહિત ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તથા મટેરિયલ વિભાગમાં લાગેલી આગને ગણતરીની કલાકોમાં કાબૂમાં લઈ લીધી હતી.
જો કે ઉપરોક્ત ઘટનામાં કોઈ કામદાર કે અન્ય કોઈ વ્યક્તિને જાનહાનિની ઘટના ન બની હોય તેવું જણાયું હતું. આગની ઘટનાની જાણકારી સરીગામ,ભીલાડ પોલીસ મથકને મળતા શાંતિ સલામતી માટે તેઓ પણ તરત જ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તથા કંપનીમાં આગની ઘટના બનતા કંપનીમાં મોટી નુકસાની થઈ હોય એવું બિન સત્તાવર જાણવા મળી રહ્યું છે.