વાપી શહેરમાં પણ "સ્વચ્છતા હી સેવા " કાર્યક્રમનું આયોજન વાપી: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાન બાદ 1 ઓક્ટોબર રવિવારના વાપી શહેર માં પણ "સ્વચ્છતા હી સેવા " કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી નગરપાલિકા આયોજિત આ સ્વચ્છતા કાર્યક્રમમાં 1 કલાક સ્વચ્છતાના શ્રમદાનમા નાણાંમંત્રી કનુ દેસાઈ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતાં. જેઓએ શહેરીજનો સાથે મળી વાપી ગીતા નગર વિસ્તારમાં અને વાપી બજારમાં આવેલ સરદાર ચોક, શાકભાજી માર્કેટમાં નગરપાલિકા દ્વારા આયોજિત 1 કલાકના શ્રમદાન કાર્યક્રમમાં સફાઈ કરી હતી.
સફાઈકર્મીઓ સાથે સફાઈ અભિયાનમાં સહભાગી થઈ પ્રોત્સાહિત કર્યા દરેક સ્થળે સ્વચ્છતા રાખવા અપીલ: સ્વચ્છતા અંતર્ગત આયોજિત એક કલાકના શ્રમદાન કાર્યક્રમમાં રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈ સહિત અગ્રણી નાગરિકોએ પાલિકાના સફાઈ કર્મીઓ સાથે જોડાઈ રસ્તા પર સફાઈ કરી હતી. વર્ષોથી સફાઈ કામગીરી સાથે સંકળાયેલ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ, નાગરિકોને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતાં. સફાઈ અભિયાન દરમ્યાન ઉપસ્થિત શહેરીજનોને ઘર હોય કે શહેરના મુખ્ય માર્ગો કે કોઈ કચેરી દરેક સ્થળે સ્વચ્છતા રાખવા અપીલ કરી હતી.
નગરપાલિકા દ્વારા આયોજિત શ્રમદાન કાર્યક્રમ
'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી ગુજરાતનું સુકાન સાંભળ્યું ત્યારથી લઈને હાલના સમયગાળા સુધી વિકાસ સાથે સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યું છે. દેશને સ્વચ્છ ભારત બનાવી સ્વચ્છતાના આગ્રહી એવા ગાંધીજીને સ્વચ્છ ભારત અર્પણ કરવાની મોદીની નેમ છે. તેમના આહવાન બાદ આજે સમગ્ર ભારતમાં તમામ લોકોએ એક કલાકનું શ્રમદાન કરી દેશને સ્વચ્છતાની બાબતે નંબર વન રાષ્ટ્ર બનાવવાની પહેલ કરી છે.' - કનુ દેસાઈ, નાણાપ્રધાન
કેન્સર ડિટેક્શન કેમ્પનું આયોજન: સ્વચ્છતા માટે એક કલાકના શ્રમદાન ઉપરાંત સમાજસેવી સંસ્થા મેડીમિત્ર દ્વારા કેન્સર ડિટેક્શન કેમ્પનું પણ આયોજન કર્યું હતું. જેમાં પણ નાણાપ્રધાને ઉપસ્થિત રહી હર ઘર સ્વચ્છતાની જેમ દરેક વ્યક્તિના શરીરમાં પણ કેન્સર જેવા રોગોને ઉગતા જ ડામી દઈ શરીરને સ્વચ્છ રાખવું હિતાવહ હોવાનું જણાવી આજના આ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં જોડાયેલ તમામને અભિનંદન પાઠવ્યા હતા.
- Swachhata hi Seva Campaign: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે સફાઈ અભિયાન હાથ ધર્યું
- Swachhata Hi Seva 2023: રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા ગાંધી જયંતિ પૂર્વે સફાઈ અભિયાન