ગુજરાત

gujarat

ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં ટુરિઝમ-ડેના કાર્યક્રમનો ફિયાસ્કો - Celebration of world tourism day in Daman

દમણઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 27મી સપ્ટેમ્બરના world tourism day ની ઉજવણીના ભાગરૂપે cultural evening નું આયોજન કરવામાં આવ્યું હતું. દમણગંગા રિવર ફ્રન્ટ પર આયોજિત આ કાર્યક્રમમાં શહેરના ગણ્યાગાંઠ્યા લોકો જ ઉપસ્થિત રહેતા સમગ્ર કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. કાર્યક્રમમાં પ્રવાસન વિભાગના સરકારી અધિકારીઓ જ ડોકાયા નહોતા.

દાદરા નગર હવેલીમાં ટુરિઝમ ડે ના કાર્યક્રમનો ફિયાસ્કો

By

Published : Sep 28, 2019, 12:41 PM IST

27મી સપ્ટેમ્બર વર્લ્ડ ટુરિઝમ ડે તરીકે ઉજવામાં આવે છે. ત્યારે વાર્ષિક 5 લાખથી વધુ પ્રવાસીઓને આકર્ષતા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રવાસન વિભાગ દ્વારા આ દિવસની ઉજવણી નિમિતે દમણગંગા રિવર ફ્રન્ટ પર એક સંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસન અને પ્રવાસન વિભાગના સયુંકત ઉપક્રમે "Tourism and jobs : A Better Futer for all" શીર્ષક હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં માત્ર 50 જેટલા લોકો જ ઉપસ્થિત રહેયા હતા. કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. અને મોટાભાગની ખુરશીઓ ખાલી રહી હતી.

દાદરા નગર હવેલીમાં ટુરિઝમ ડે ના કાર્યક્રમનો ફિયાસ્કો

કાર્યક્રમમાં પંડિત સંતોષ પાઠક દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી. પરંતુ આ ભજનને માણવા નગરજનોની ખોટ વર્તાય હતી. એ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં આદિવાસી સંસ્કૃતિની, મરાઠી સંસ્કૃતિની ઝલક બતાવતા કાર્યક્રમો કલાકારોએ રજુ કર્યા હતાં. જેનો ગણતરીના લોકોએ જ આનંદ માણ્યો હતો. કાર્યક્રમના અંતિમ સમયમાં પ્રવાસન વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહક પ્રમાણપત્રો આપી ફોટા પડાવી ચાલતી પકડી હતી.

ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસન અને પ્રવાસન વિભાગ અવારનવાર આ પ્રકારની ઇવન્ટનું આયોજન કરતું આવ્યું છે. પરંતુ દર વખતે જોઈએ તેવો પ્રચાર પ્રસાર કરવાના અભાવે અને વ્યવસ્થામાં રહેતી અનેક ખામીઓને કારણે ફ્લોપ શૉ જ સાબિત થતો હોય છે. જેનો વધુ એક ફ્લોપ શૉ વિશ્વ પ્રવાસન દિવસના ઉપલક્ષમાં જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details