ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણમાં સી.ફેસને જોડતા માર્ગને પહોંળો કરવા માર્કિંગ સહિતની કામગીરીઓ હાથ ધરાઈ - કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ઝાપાબારથી લઈ સી-ફેસ જેટી સુધીના રોડને આગામી દિવસોમાં પહોળો કરવામાં આવશે. જેના માટે દમણ પ્રશાસન દ્વારા લાલ માર્કિંગ કરવા સહિતની પ્રક્રિયા હાથ ધરી છે. માર્ગના સેન્ટરથી સાડા સાત મીટર સુધી આ રોડનું માર્જિન નક્કી કરાયું છે. જેમાં જે શહેરીજનોના મકાનો અને જમીન રોડ માર્જિનમાં જશે તેમને વળતર પણ ચૂકવવામાં આવશે.

માર્ગને પહોંળો કરવા માર્કિંગ
માર્ગને પહોંળો કરવા માર્કિંગ

By

Published : Sep 23, 2020, 9:05 AM IST

દમણ: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ઝાપાબારથી લઈ સી-ફેસ જેટી સુધીના રોડને આગામી દિવસોમાં પહોળો કરવામાં આવશે. જેના માટે દમણ પ્રશાસન દ્વારા લાલ માર્કિંગ કરવા સહિતની પ્રક્રિયા હાથ ધરી છે. માર્ગના સેન્ટરથી સાડા સાત મીટર સુધી આ રોડનું માર્જિન નક્કી કરાયું છે. જેમાં જે શહેરીજનોના મકાનો અને જમીન રોડ માર્જિનમાં જશે તેમને વળતર પણ ચૂકવવામાં આવશે.

આ અંગે વધુમાં મળતી વિગતો મુજબ દમણમાં ખારીવાડથી લઈ બસ સ્ટેન્ડ સુધીના રોડને પહોળો કરવામાં આવી ચૂક્યો છે. ધોબી તળાવ રોડ પણ બનીને તૈયાર થતા શહેરીજનો તેનો ઉપયોગ કરતા થયા છે. જ્યારે બસ સ્ટેન્ડથી સી-ફેસ રોડ પર ખુબજ ટ્રાફિક રહે છે. જે ધ્યાને આવતા પ્રશાસને ઝાપાબારથી પોલીસ સ્ટેશન, જેટી ગાર્ડન, સી-ફેસ જેટી માર્ગને પણ પહોળો કરવાની કામગીરી હાથ ધરી છે.

જે અંતર્ગત જિલ્લા પ્રશાસને આ માર્ગની બંને તરફ માર્જિન મુજબ માપ લેવાનું શરૂ કર્યું છે. જેમાં માર્ગના સેન્ટરથી માર્જિન મુજબના રોડ સુધી લાલ માર્કિંગ કરવામાં આવી રહ્યા છે. ઝાપાબારથી સી-ફેસ જેટી અને મ્યુનિસિપલ માર્કેટ જવાના માર્ગ પર જિલ્લા પ્રશાસન દ્વારા લાલ માર્કિંગ કરતા લોકોને પોતાની જમીન અને મકાન રોડ માર્જિનમાં જવાની ચિંતા વધી છે. જિલ્લા પ્રશાસન દ્વારા આગામી પાલિકા ચૂંટણી બાદ રોડના પહોંળાઈકરણનું કામ શરૂ કરાશે. જેમાં જે પણ મિલ્કતધારકની મિલકત માર્ગના માર્જિનમાં જશે તેમને યોગ્ય વળતર પણ ચૂકવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details