ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં ETV ભારતને સંગ કોલેજીયનોએ ઉજવ્યું ઉત્તરાયણ પર્વ

દમણઃ વાપી ETV ભારત દ્વારા સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ પહેલા ગુજરાતના વિવિધ શહેરોમાં સંસ્થાઓ, શાળા-કોલેજમાં પતંગ ઉડાવવાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વાપીમાં KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓને પતંગો આપી ઉત્તરાયણ પર્વની અનોખી ઉજવણી કરી હતી.

etv
વાપીમાં ETV ભારતને સંગ કોલેજીયનોએ ઉજવ્યું ઉત્તરાયણ પર્વ

By

Published : Jan 13, 2020, 7:25 PM IST

1 nation 1 app તરીકે સમગ્ર દેશમાં સમાચારોની દુનિયામાં આગવું સ્થાન ધરાવતા ETV BHARAT દ્વારા ગુજરાતમાં દરેક શહેરમાં ખાસ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓને પતંગો આપી સળંગ એક કલાકથી વધુ live પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

જે અંતર્ગત વાપીની KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજના 200થી વધુ વિદ્યાર્થીઓ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ પૂનમ ચૌહાણે ETV ભારતની આ પહેલને બિરદાવી હતી. એજ રીતે કોલેજના વિદ્યાર્થીઓએ પણ પતંગ ચગાવવાનો અનોખો આનંદ માણ્યો હતો. તો સાથે ETV ભારતના live પ્રસરણને નિહાળી આનંદિત થયા હતાં. વિદ્યાર્થીઓએ આ વર્ષનો પહેલો તહેવાર ગણાતું ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી. ETV ભારતનો ખૂબ આભાર માન્યો હતો.

વાપીમાં ETV ભારતને સંગ કોલેજીયનોએ ઉજવ્યું ઉત્તરાયણ પર્વ

ઉલ્લેખનીય છે કે, કોલેજના 200થી વધુ વિદ્યાર્થીઓએ આકાશમાં Etvની પતંગો લહેરાવી કાયપો છેના ગગનભેદી નારા લગાવ્યા હતાં. તો, સાથે રાસ ગરબા અને ડાન્સની રમઝટ પણ બોલાવી હતી.

ABOUT THE AUTHOR

...view details