દમણઃ સમગ્ર દેશમાં કોરોના વાઇરસના કહેરે લોકોમાં ભય ફેલાયો છે, ત્યારે Prevention Better Than Cure કહેવતને અનુસરી દમણ પ્રશાસન દ્વારા પરિપત્રો બહાર પાડી શાળા-કોલેજ-બીચ પરની અવર-જવર, બજારોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેને લઈને હાલ દમણમાં આ તમામ સ્થળો સુમસામ બન્યા છે.
કોરોના અસર: દમણમાં બીચ-બજાર અને શાળાઓ બની સુમસામ - દમણમાં શાળાઓ બંધ
સમગ્ર દેશમાં કોરોના વાઇરસના કહેરે લોકોમાં ભય ફેલાયો છે, ત્યારે Prevention Better Than Cure કહેવતને અનુસરી દમણ પ્રશાસન દ્વારા પરિપત્રો બહાર પાડી શાળા-કોલેજ-બીચ પરની અવર-જવર, બજારોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેને લઈને હાલ દમણમાં આ તમામ સ્થળો સુમસામ બન્યા છે.
દમણમાં બીચ-બજાર અને શાળાઓ બની સુમસામ
ઉલ્લેખનીય છે કે, દમણમાં કોરોનાના વાઇરસનો ચેપ કોઈને ના લાગે તે માટે પ્રશાસન દ્વારા વિવિધ પરિપત્રો જાહેર કર્યા છે. જેમાં આગામી 31મી માર્ચ સુધી જાહેર સમારંભના કે લગ્ન કાર્યક્રમો, સામાજિક મીટિંગો પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.