દમણ:દમણમાં સુખા પટેલના નિવાસસ્થાન સહિત વલસાડ અને દમણમાં તેમના નજીકના સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળોમાં ED ની ટીમે દરોડો પાડી સર્ચ ઓપરેશન હાથ મહત્વની સફળતા મેળવી છે. ED ની ટીમે પ્રથમ ભીમપોર સ્થિત સુખા પટેલ ના નિવાસ સ્થાન, તેના પેટ્રોલ પંપ, વાઈન શોપ તથા શો-રૂમ પર સોમવારે સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સુખા પટેલના ઘરેથી ઈ.ડી. ની ટીમે 1.30 કરોડની આસપાસ રોકડા રૂપિયા તથા આશરે 100 કરોડથી વધુના મહત્વના દસ્તાવેજો કબજે કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
રોકડા રૂપિયા કબજે: આ સિવાય સુખા પટેલનો સાળો જે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુંગરી ગામે રહે છે. તે કેતન ઉર્ફે ચકા પટેલના ઘરે પાડવામાં આવેલા દરોડા દરમ્યાન ઈ.ડી. ની ટીમે 6 લાખથી વધુની રોકડ રકમ તથા અન્ય દસ્તાવેજો કબજે કર્યા હતા. જ્યારે દમણનાં મોટી વાંકડ ખાતે રહેતા તેમના સાઢુંભાઈ ભરત પટેલને ત્યાં પાડવામાં આવેલ છાપા દરમ્યાન ઈ.ડી.ની ટીમે 22 લાખ જેટલા રોકડા રૂપિયા કબજે કર્યા હોવાની વિગતો સાંપડી રહી છે.