ગુજરાત

gujarat

સંઘપ્રદેશમાં શનિ-રવિ વિકેન્ડ કરફ્યુ ફળ્યું, પોઝિટિવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો

By

Published : Apr 18, 2021, 12:24 PM IST

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોનાના કેસમાં ખૂબ જ ઉછાળો નોંધાયો છે. ત્યારે કેન્દ્રશાસિત પ્રશાસને શનિ-રવિ કરફ્યુ જાહેર કરી લોકડાઉન સ્થિતિ અમલમાં મૂકી છે. જેના પ્રથમ દિવસે સંઘપ્રદેશમાં તમામ બજારો બંધ રહી હતી. માર્ગ પરની ચહલપહલ ઘટી હતી. જેના ફળસ્વરૂપે કોરોનાના કેસમાં પણ ઘટાડો નોંધાયો હતો.

સંઘપ્રદેશમાં શનિ-રવિ વિકેન્ડ કરફ્યુ ફળ્યું, પોઝિટિવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો
સંઘપ્રદેશમાં શનિ-રવિ વિકેન્ડ કરફ્યુ ફળ્યું, પોઝિટિવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો

  • પ્રશાસને શનિ-રવિ કરફ્યુ જાહેર કરી લોકડાઉનની સ્થિતિ અમલમાં મૂકી
  • શનિવારે પ્રથમ દિવસે સંઘપ્રદેશમાં તમામ બજારો બંધ રહી હતી
  • કરફ્યુ જાહેરાત બાદ માર્ગ પરની ચહલપહલ ઘટી હતી

દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં શનિવારે વિકેન્ડ કરફ્યુ લગાવ્યા બાદ 46 અને દમણમાં 19 નવા કોરોના કેસ નોંધાયા હતાં. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સેલવામાં 95 અને દમણમાં 43 કેસ નોંધાયા હતાં.

સંઘપ્રદેશમાં શનિ-રવિ વિકેન્ડ કરફ્યુ ફળ્યું, પોઝિટિવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો

આ પણ વાંચો:શુક્રવારે સેલવાસમાં 95, દમણમાં 43 અને વલસાડમાં 3 મોત સાથે 47 નવા કોરોના પોઝિટિવ

સેલવામાં 95 અને દમણમાં 43 કેસ નોંધાયા

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ મળીને દરરોજ 100થી વધુ કોરોના કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. જેને ધ્યાને રાખીને, કોરોનાની ચેઇન તોડવા બન્ને પ્રદેશમાં શનિ-રવિ વિકેન્ડ કરફ્યુ જાહેર કર્યો છે. શનિવારે પ્રથમ દિવસે બન્ને પ્રદેશોમાં તમામ બજારો, વેપાર-ધંધાના સ્થળો બંધ રહ્યા હતાં. આ સાથે, મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર ઘટી હતી.

નેગેટિવ RTPCR રિપોર્ટ હોય તેને જ પ્રવેશ

સંઘપ્રદેશની ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને આરોગ્યની ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમનો RTPCR રિપોર્ટ નેગેટિવ હોય તેને જ પ્રવેશ આપવામાં આવે છે. શહેરમાં પણ મુખ્ય રસ્તાઓ પર પોલીસે પહેરો ગોઠવીને કામ વગર બહાર નીકળતા લોકોને પરત રવાના કર્યા હતાં.

આ પણ વાંચો:વાપી પોલીસે વેપારીઓ પાસે નાઈટ કરફ્યૂનું પાલન કરાવ્યું

વિકેન્ડ કરફ્ર્યુંનો પ્રયાસ ફળ્યો

શનિવારે દાદરા નગર હવેલીમાં 46 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જ્યારે, દમણમાં માત્ર 19 નવા કેસ નોંધાયા હતાં. હાલ દાદરા નગર હવેલીમાં અત્યાર સુધીમાં કુલ 2465 કેસ નોંધાયા છે. જેમાંથી, હાલ 570 એક્ટિવ કેસ છે. દમણમાં અત્યાર સુધીમાં કુલ 1843 કેસ નોંધાયા છે. જેમાંથી 294 કેસ એક્ટિવ કેસ છે. જે બન્ને પ્રદેશોની અલગ અલગ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details