ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુલાબી ઠંડી વચ્ચે કોરોનાની ગાઈડલાઈન મુજબ દમણમાં થશે થર્ટી ફર્સ્ટની ઉજવણી, હોટેલ્સમાં થયું 80 ટકા બુકિંગ - દેવકા બીચ દમણ

વર્ષના અંતિમ દિવસને વિદાય આપવા અને નવા વર્ષના પ્રથમ દિવસને આવકારવા દર વર્ષે દમણમાં ભારે ભીડ જોવા (31st celebrations in Daman) મળે છે. અહીં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે ડાન્સ-ડિનર સાથેના વિશેષ પેકેજ હોટેલ સંચાલકો જાહેર કરે છે. જોકે, છેલ્લા 2 વર્ષ કોરોનામાં ગયા બાદ આ વર્ષે પ્રવાસીઓનો ધસારો વધે તેવી ધારણા સાથે દમણની હોટેલોમાં 80 ટકા ઉપરનું બૂકીંગ (Tourist booking for Daman Hotels ) થઈ ચૂક્યું છે.

ગુલાબી ઠંડી વચ્ચે કોરોનાની ગાઈડલાઈન મુજબ દમણમાં થશે થર્ટી ફર્સ્ટની ઉજવણી, હોટેલ્સમાં થયું 80 ટકા બુકિંગ
ગુલાબી ઠંડી વચ્ચે કોરોનાની ગાઈડલાઈન મુજબ દમણમાં થશે થર્ટી ફર્સ્ટની ઉજવણી, હોટેલ્સમાં થયું 80 ટકા બુકિંગ

By

Published : Dec 28, 2022, 10:34 AM IST

સોશિયલ ડિસ્ટન્સ સાથે ન્યુયર પાર્ટીનું આયોજન કર્યું છે

દમણદર વર્ષે વર્ષના અંતિમ દિવસને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા પ્રવાસન સ્થળ દમણની હોટેલોમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડે છે. 31st ડિસેમ્બર (31st celebrations in Daman) નાઈટ પાર્ટીમાં અલગ અલગ વાનગીઓની લિજ્જત અને DJના તાલે ઝૂમવા આવતા પ્રવાસીઓ આ દિવસોમાં 2 કે 3 દિવસના પ્રવાસે આવે છે. આ માટે આકર્ષક પેકેજ હોટેલ મેનેજમેન્ટ દ્વારા બહાર પડાય છે.

વિશેષ પેકેજની પ્રવાસીઓને આકર્ષક ઓફર આપીકેન્દ્રશાસિત પ્રદેશ દમણ પ્રવાસીઓ માટે હોટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન (daman tourist places) છે. ગુજરાત મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણના દરિયાકિનારે ફરવા આવે છે. પ્રવાસીઓને દરિયા કિનારે મનોરમ્ય વાતાવરણ વચ્ચે બીચ (Devka Beach Daman) પર ફરવાની, સી ફૂડ વાનગીઓનો સ્વાદ ચખાડતી હોટેલો પ્રવાસીઓના આગમનથી ફરી ધમધમતી થઈ છે.

ન્યૂજ આ અંગે દેવકા ખાતેની હોટેલ સેન્ડી રિસોર્ટના (Hotel Sandy Resort) ઑપરેશન મેનેજર રિયાઝ શેખે જણાવ્યું હતું કે, આ વર્ષે 31stની (31st celebrations in Daman) ઉજવણી માટે અત્યારથી જ 80 ટકા જેટલું બૂકિંગ થઈ ગયું છે. ન્યૂ યર પાર્ટી (New Year Party in Daman) માટે હોટેલ મનેજમેન્ટે પણ DJ બુકીંગ, ડિનર માટે સ્પેશ્યલ વાનગીઓનું મેન્યુ તેમ જ વિશેષ પેકેજ તૈયાર કરી પ્રવાસીઓને આકર્ષક ઓફર આપી છે.

સોશિયલ ડિસ્ટન્સ સાથે ન્યુયર પાર્ટીનું આયોજન કર્યું છેકોરોના કાળ બાદ દમણના બીચ (Devka Beach Daman) અને હોટેલો પર પ્રવાસીઓનો અવાજ ગુંજતો થયો છે. દર વર્ષે ડિસેમ્બરની ફુલગુલાબી ઠંડી અને ક્રિસમસ- 31મી ડિસેમ્બરની ઉજવણી માટે હજારો (31st celebrations in Daman) પ્રવાસીઓ દમણ આવે છે. આ વર્ષે ફરી કોરોના કહેરને ધ્યાને રાખી હોટેલ સંચાલકોએ સરકારની ગાઈડલાઈનના (Covid Guidelines india) પાલન સાથે મહેમાનોનું સ્વાગત કરી સોશ્યલ ડિસ્ટન્સ સાથે ન્યૂ યર પાર્ટીનું (New Year Party in Daman) આયોજન કર્યું છે. જે માટે સ્ટાફને પણ વિશેષ તાલીમ અપાઈ છે.

વર્ષના અંતિમ દિવસ 31st ડિસેમ્બર નાઈટ પાર્ટીની મજા માણવા દમણમાં પઘારે છેકેન્દ્રશાસિત દમણ લિકરફ્રી પ્રદેશ છે. દર વર્ષે ગુજરાતના હજારો પ્રવાસીઓ વર્ષના અંતિમ દિવસ એટલે કે 31st ડિસેમ્બર નાઈટ પાર્ટીની મજા માણવા દમણમાં પધારે છે. દમણમાં આ વર્ષે ફરી કોરોના કહેરની આશંકા જોતા પ્રશાસન દ્વારા સમયમર્યાદા નક્કી કરવામાં આવશે, જે મુજબ હોટેલોમાં ન્યૂ યર પાર્ટીનું (New Year Party in Daman) આયોજન થશે.

DJના તાલે પ્રવાસીઓ ઝૂમી શકે તેવું આયોજન કરાય છેકેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દર વર્ષે ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા જેવા જિલ્લાઓમાંથી અને મહારાષ્ટ્ર જેવા પાડોશી રાજ્યોમાંથી પ્રવાસીઓ 31st નાઈટ પાર્ટીની મજા માણવા પહોંચતા હોય છે. 31st નાઈટ પાર્ટીની પૂર્વ તૈયારીના ભાગરૂપે (31st celebrations in Daman) દમણની તમામ હોટેલમાં પણ વિશેષ આયોજન કરવામાં આવે છે. હોટેલ્સને રંગબેરંગી રોશનીથી શણગારી, વર્ષના અંતિમ દિવસ નિમિતે 12 વાગ્યા સુધી DJના તાલે પ્રવાસીઓ ઝૂમી શકે તેવો પ્રબંધ કરવામાં આવે છે.

યાદગાર ક્ષણ ઉજવે છે દમણમાં વર્ષના અંતિમ સપ્તાહમાં આવતા પ્રવાસીઓ દેવકા બીચ પર અને મોટી દમણ લાઈટ હાઉસ, જામપોર બીચ (Devka Beach Daman) પર દરિયા કિનારે ફરી યાદગાર ક્ષણ મનાવે છે. આ સાથે અહીંની પોર્ટુગીઝ ધરોહરને નજરો નજર જૂએ છે. તેમ જ જેતે હોટેલમાં રોકાણ કરી સીફૂડ વાનગીઓનો સ્વાદ લે છે.

ABOUT THE AUTHOR

...view details