- દિવ્યાંગ અને 80 ની વયના મતદાતાઓએ ઘરે રહી કર્યું મતદાન
- સંશોધિત નિયમ કંડક્ટ ઓફ ઈલેક્શન રૂલ 2019નો કરવામાં આવ્યો ઉપયોગ
- સરકારી કર્મચારીઓએ પણ સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કર્યુ મતદાન
દમણ: આગામી 8 નવેમ્બરે સંઘપ્રદેશ દમણમાં ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. જેમાં મતદાનના દિવસે વૃૃદ્ધ અને દિવ્યાંગ વ્યક્તિઓને કોઇ અગવડતા ન પડે તે હેતુસર તેમના ઘરે-ઘરે જઇ મતદાન કરાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઘરે રહીને વૃૃદ્ધ અને દિવ્યાંગોએ કર્યું મતદાન
ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં પ્રથમવાર ભારતીય ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગો અને વયસ્ક મતદાતાઓના ઘરે ઘરે જઈને મતદાન કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સંઘપ્રદેશ દમણમાં કુલ 13 દિવ્યાંગ અને 80 વર્ષથી ઉપરની વયના મતદાતાઓએ મંગળવારે પહેલીવાર ઘરે રહીને મતદાન કર્યું હતું.
દમણમાં દિવ્યાંગ અને 80 વર્ષથી મોટી ઉંમરના મતદારોએ ઘરે રહીને કર્યું મતદાન પાલિકાના 6 અને ગ્રામ પંચાયતમાંથી 7 મતદાતાઓએ ફોર્મ નંબર 27 ભર્યુંદમણ જિલ્લાની સહાયક ચૂંટણી અધિકારી નિધિ સરોહીએ કરેલી જાહેરાત મુજબ પંચાયત તથા નગર પાલિકાની ચૂંટણી માટે 22 ઓક્ટોબર પહેલા જે દિવ્યાંગ અને 80 વર્ષથી વધારે વયના મતદાતાઓએ ફોર્મ નંબર 27 ભર્યું હોવાથી ચૂંટણી કમિશનના અધિકારીઓ તેમના ઘરે જઈને તેમને મતદાન કરાવશે. આ જાહેરાત બાદ દમણ પાલિકાના 6 અને ગ્રામ પંચાયત વિસ્તારોમાં 7 મતદાતાઓએ ફોર્મ નંબર 27 ભર્યું હતું. જેથી તેમના ઘરે જઈને મતદાન કરાવવામાં આવ્યું હતું. આ સાથે જ પાલિકા અને પંચાયતોના ચૂંટણી કાર્યમાં લાગેલા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓએ પણ સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં મતદાન કર્યું હતું.
કેન્દ્ર સરકારે આ અંગે ચૂંટણીપંચને ભલામણ કરી
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને વયસ્ક અને દિવ્યાંગ મતદાતાઓ માટે પોસ્ટલ બેલેટ વોટિંગની સુવિધા આપવાના નિયમમાં સંશોધનની ભલામણ કરી હતી. જેના સંદર્ભમાં કેન્દ્ર સરકારે કંડક્ટ ઓફ ઈલેક્શન રુલ 1961માં સંશોધન કર્યું હતું. આ સંશોધિત નિયમ કંડક્ટ ઓફ ઈલેક્શન રૂલ 2019 તરીકે ઓળખાય છે. જેની સંશોધિત નિયમાવલીના નિયમ 27-A માં 80 વર્ષથી વધારે ઉમરના અને દિવ્યાંગોને જોડવામાં આવ્યા છે. જેનો હાલ ચાલુ અને આવનારી દરેક ચૂંટણીઓમાં ફરજિયાતપણે અમલ કરાવવામાં આવી રહ્યો છે.