ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુડ ફ્રાઈ ડેની જાહેર રજાને શિડ્યુલ 2માં સામેલ કરતા ખ્રિસ્તી સમુદાયમાં નારાજગી - GujaratiNews

સેલવાસ: કેન્દ્ર સરકારે ફરજિયાત રજા માટે જાહેર કરેલી કુલ 14 તહેવારોમાં ગુડ ફ્રાય ડે તહેવારની રજાને દાદરા નગર હવેલી પ્રશાસને શિડ્યુલ 1 માંથી શિડ્યુલ 2માં સામેલ કરી દેતા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સહિત દમણ-દીવ અને મહારાષ્ટ્રના ખ્રિસ્તી સમુદાયમાં નારાજગી જોવા મળી હતી.

file photo

By

Published : Mar 14, 2019, 2:22 PM IST


સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી પ્રશાસનની સત્તાવાર સૂચનાએ જાહેર રજાઓના શિડ્યુલ 1 માંથી ગુડ ફ્રાઈ ડેની જાહેર રજાને શિડ્યુલ 2માં એટલે કે, જે સમુદાયને લાગુ હોય તે જ રજા રાખી શકે પરંતુ સરકારી વિભાગના કર્મચારીઓ કે અન્ય સંસ્થાના કર્મચારીઓઆ દિવસે રજા નહીં રાખી શકે, અને જો રજા રખાય તો તે દિવસે મળવા પાત્ર મહેનતાણું તેને નહીં મળી શકે. તે પ્રકારના શિડ્યુલ 2માં સામેલ કરી દેતા સંઘ પ્રદેશમાં વસવાટ કરતા ખ્રિસ્તી સમાજમાં નારાજગી ફેલાઈ છે.


ખ્રિસ્તી સમુદાયના માટે good fraiday હંમેશા જાહેર રજા તરીકે જોવામાં આવે છે. કારણ કે આ પ્રદેશમાં રહેતા પોર્ટુગીઝ લોકોની સંખ્યા ખૂબ વધારે છે. એ ઉપરાંત આ દિવસે સમગ્ર વિશ્વમાં જાહેર રજા હોય છે. મોટી સંખ્યામાં લોકો આ દિવસ સાથે સંકળાયેલા છે. કેન્દ્ર સરકારે પણ જે 14 ફરજિયાત જાહેર રજા આપી છે. તેમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ, 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અને 2 ઓક્ટોબર ગાંધી જયંતિને રાષ્ટ્રીય રજા જાહેર કરી છે. આ ઉપરાંત દિવાળી, ઈદ, હોળી સહિતની અન્ય તહેવારોની રજાને ફરજિયાત જાહેર રજામાં સામેલ કરી છે. જેમાં નાતાલ અને ગુડ ફ્રાઈ ડે નો પણ સમાવેશ છે.

કેન્દ્ર સરકારે જાહેર રજા માટે નિમિત્ત કરેલા તહેવારોમાં અન્ય રાજ્ય કે કેન્દ્ર પ્રશાસન સ્થાનિક મહત્વના હિસાબે ફેરફાર કરી શકે છે. પરંતુ મુખ્ય 14 જાહેર રજાઓ આપવી ફરજિયાત છે. જે બાદ સ્થાનિક વિસ્તારના લોકોની લાગણીને ધ્યાને રાખી વધું 3 રજાઓ જાહેર રજા તરીકે સામેલ કરી શકે છે. એમાં દાદરા નગર હવેલી પ્રશાસને ગુડ ફ્રાય ડે ની જાહેર રજાને રદ કરી ખ્રિસ્તી સમુદાય સાથે અન્યાય કર્યો હોવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે.


સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 7 ચર્ચ છે. દમણ અને દીવમાં 4 ચર્ચ છે. જેમના પાદરીઓ પણ આ પરિપત્રથી નારાજ થયા છે. આ ઇતિહાસમાં પ્રથમ વખત થયું છે,તેમ જણાવી સંઘપ્રદેશ દમણ અને દિવના 1 લાખ જેટલા ખ્રિસ્તી સમુદાયના લોકોમાં નારાજગી ફેલાઈ છે. આ અંગે એક પ્રતિનિધિ મંડળે દાદરા નગર હવેલીના કલેકટર કિન્નન ગોપીનાથનને એક આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી છે. જેને હાલમાં કલેકટરે આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી છે.

ABOUT THE AUTHOR

...view details