- મહેસુલ વિભાગ સામે કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો
- મોહન ડેલકરને ન્યાય અપાવવાની માંગ સાથે કેમ્પનું બહિષ્કાર
- જિલ્લા-ગ્રામ પંચાયતના સભ્યોએ કાળા વાવટા બતાવ્યા
સેલવાસ:કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના આદિવાસી નેતા અને સાંસદ મોહન ડેલકરના આત્મહત્યા મામલે દાદરા નગર હવેલીમાં રોજ વિરોધનો સુર ઉઠી રહ્યો છે. શુક્રવારે રાંધા પટેલાદ માં મહેસુલ વિભાગના કેમ્પનો સ્થાનિક ગ્રામજનો, જિલ્લા પંચાયતના સભ્યોએ બહિષ્કાર કરી કાળા વાવટા ફરકાવ્યા હતા.
રાંધા પટેલાદ ગામે મહેસુલ વિભાગ દ્વારા વિવિધ પ્રમાણપત્રો આપવાનો કેમ્પ યોજાયો
રાંધા પટેલાદ ગામે મહેસુલ વિભાગ દ્વારા 'પ્રશાસન આપના દ્વારે' અંતર્ગત વિવિધ પ્રમાણપત્રો આપવાનો કેમ્પ યોજાયો હતો. જોકે, કેમ્પનો ગામના લોકોએ કાળા વાવટા બતાવીને વિરોધ કર્યો હતો. આ અન્વયે જિલ્લા પંચાયતના પ્રમુખ નિશા ભવરે જણાવ્યું હતું કે, રાંધા પંચાયત દ્વારા મામલતદારને લેખિતમાં જાણ કરવામાં આવી હતી કે, જ્યા સુધી સાંસદ સ્વ.મોહનભાઇ ડેલકરના સુસાઈડ નોટના આધારે થયેલી FIRમાં જે અધિકારીના નામો છે. તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી પંચાયતોમાં કોઈપણ સરકારી કાર્યક્રમો કે કેમ્પોનું આયોજન કરવામા નહીં આવે. છતાં પણ પ્રસાશન દ્વારા રાંધા પટેલાદમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:મોહન ડેલકર આત્મહત્યા મામલે લોકસભાના સાંસદોએ તપાસની માંગ કરી
પ્રશાસન આપના દ્વારે અંતર્ગત પ્રમાણપત્રો આપવાના કેમ્પમાં વિરોધ