ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ, અમદાવાદ અને વડોદરાના પ્રવાસીઓને ફાયદો - રોડ

દમણમાં કેન્દ્ર સરકારના ઉડ્ડયન મંત્રાલયે ડોમેસ્ટિક એરપોર્ટ સેવા પૂરી પાડવાની મંજૂરી આપી છે. ત્યારબાદ તંત્ર દ્વારા એરપોર્ટ ટર્મિનલ, આંતરિક માર્ગોના ટેન્ડર બહાર પાડી કામગીરી શરૂ કરાઈ છે. હાલ, આ માટે મુખ્ય માર્ગના નવીનીકરણની કામગીરી તેજગતિએ ચાલી રહી છે.

દમણમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ, અમદાવાદ અને વડોદરાના પ્રવાસીઓને ફાયદો
દમણમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ, અમદાવાદ અને વડોદરાના પ્રવાસીઓને ફાયદોદમણમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ, અમદાવાદ અને વડોદરાના પ્રવાસીઓને ફાયદો

By

Published : Feb 21, 2021, 3:26 PM IST

  • દમણમાં એરપોર્ટ ટર્મિનલની કામગીરીનો પ્રારંભ
  • મુખ્ય માર્ગ બનાવવાનું શરૂ કરાયું
  • દમણથી અમદાવાદ, વડોદરા હવાઈ સેવાનો લાભ મળશે

દમણ: સંઘપ્રદેશ દમણથી ડોમેસ્ટિક ફ્લાઈટની સેવા માટે તંત્રની માગને ઉડ્ડયન મંત્રાલયે પરવાનગી આપતા જ ટર્મિનલ સહિત અન્ય કામગીરી માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. દમણના દેવકા રોડથી લઈને ટર્મિનલ સુધી નવા માર્ગ બનાવવાની શરૂઆત થઈ છે. ટૂંક સમયમાં જ દમણથી ડોમેસ્ટિક હવાઈ સેવા શરૂ થઇ શકે છે.

દમણથી અમદાવાદ, વડોદરા હવાઈ સેવાનો લાભ મળશે
નાની દમણના દેવકા મુખ્ય રોડથી ડોમેસ્ટિક ટર્મિનલ સુધી રસ્તો બનાવવાનું કામ શરૂ

સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ અને દીવ તંત્રે દમણમાં એરપોર્ટના ટર્મિનલનું કામ શરૂ કરી દીધું છે. પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શનમાં અધિકારીઓની ટીમ દમણથી હવાઈ સેવા શરૂ કરવા માટે ટેન્ડિરંગ અને જમીન સંપાદન સહિતની કામગીરી પૂરી કરવા તરફ આગળ વધી રહી છે, જેના પ્રથમ તબક્કામાં નાની દમણના દેવકા મુખ્ય રોડથી ડોમેસ્ટિક ટર્મિનલ સુધી સીધો રસ્તો બનાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે.

મણમાં એરપોર્ટ ટર્મિનલની કામગીરીનો પ્રારંભ
ફરવા આવનાર પ્રવાસીઓને અનેક ફાયદા થશે

આ અંગે મળતી માહિતી મુજબ, વર્ષ 2021ના અંત સુધીમાં દમણથી અમદાવાદ,વડોદરા અને મુંબઈ માટે વિમાની સેવા શરૂ કરાશે. દમણ એક પર્યટક સ્થળ છે અને આ હવાઇ સેવાઓ શરૂ થવાથી દમણના સ્થાનિક લોકો, પ્રશાસનિક અધિકારીઓ, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ ઉપરાંત અહીં ફરવા આવનાર પ્રવાસીઓને અનેક ફાયદા થશે.

મુખ્ય માર્ગ બનાવવાનું શરૂ કરાયું

ABOUT THE AUTHOR

...view details